મોદી ,મુલાયમ,માયાવતી અને માર્ચ…….મજા તો આવશે જ
નાના હતા ત્યારે પણ માર્ચ મહિનો સતા વતો હતો. Exam ને કારણે અને હવે ડરાવે છે ટેક્સ ના કારણે। દર વખ તે માર્ચ મહિનો આવે ત્યારે ટેક્સ ને લઇ ને ભાગ દોડ વધી જાય છે. આખા વર્ષ ના Paper work ને ઠીક કરવા નો સમય આવી જાય છે.પણ જેમ હોશિયાર વિદ્યાઅર્થી પરિણામની પરવા કરવ્યા વગર આખું વર્ષ મેહનત કરે છે તે ને exam ની બીક લગતી નથી તેમ જ સારું tax પ્લાનિંગ રીટર્ન ની સાથે સાથે મન ની શાંતિ પણ આપે છે.
ઉત્તર પ્રદેશ માં ઇલેકશન નો માહોલ છે. આપનો દેશ તહેવાર ને સાથે સાથે ચૂંટણી નો પણ દેશ છે. દર વરસે કોઈ ને કોઈ ઇલેકશન આપણા માથે સવાર હોય છે. ભલે પંચાયત,નગર પાલિકા,વિધાન સભા કે પછી લોકસભા હોય.સાચું કહું તો આપણ ને ગમે છે કોઈ લડતું હોય એ જોવા માં.મોદી સાહેબ પ્રયન્તન કરી રહ્યા છે કે આ બધા election એક જ સાથે યોજાયપણ હજુ વાર લાગશે જો ઉત્તર પ્રદેશ એક દેશ તરીકે ગણીએ તો એ દુનિયા નો 10 માં નંબર નો દેશ થઇ જાય.એની જન સંખ્યા લગભગ બ્રાઝીલ ની જનસંખ્યા જેટલી છે ત્યારે તેનું ઇલેકશન ધ્યાન ખેંચે જ એમાં બે મત નથી.લોકસભા માં સૌથી વધુ સભ્ય મોકલતો પ્રદેશ અસભ્ય ભાષા પ્રયોગ સાથે ચૂંટણી લડી રહ્યો છે.ભલું થાજો.માર્કેટ જો BJP ની તરફેણ માં Result નહિ આવે તો પડી જશે આવી જોરદાર અફવા ચાલે છે.ગભરાવા ની જરૂર નથી.Share માર્કેટ ની માયા અલગ છે.એ ઘણા બધા ઝટકા મુલાયમ પણે પચાવી જાય છે. આવતા મહિને જરૂર વાત કરીશુ.
થોડી વાત Mutual Fund વિશે કરવી છે. આપણા દેશ ની GDP લગભગ 140 લાખ કરોડ .ની છે.Mutual Fund નું બધું રોકાણ ગણિયે તો પણ એ આશરે 17 લાખ કરોડ છે જે માત્ર GDP ના 12% છે.અમેરિકા જેવા વિકસિત દેશો માં આ આંકડો 60% ની આસપાસ છે.જે રીતે FD ના વ્યાજ દર નીચે આવી રહ્યા છે તે જોતા Mutual ફંડ માં રોકાણ વધશે. Mutual ફંડ ને માત્ર શે ર બજાર માનવા ની જરૂર નથી. દર મહિને એની વિવિધ યોજના માં 16,000 કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ આવી રહઉ છે જે ઘણું આવકારદાયક છે. ઘણા લોકો માર્કેટ ને પાડવા ની રાહ જોઈ રહ્યા છે પણ જો આપ લાંબા ગાળા ના રોકાણકાર હોવ અને આપ જો ભારત ના વિકાસ માટે આશવાદી ચો તો આ મોકો ચૂકવા જેવો નથી તેમ કહી શકાય।
8 મી માર્ચ એ ” World Woman Day ” છે. શક્તિ, લક્ષ્મી અને સરસ્વતી ના ત્રિવેણી સંગમ ના પ્રતીક રૂપ નારી શક્તિ ને આપ ને સૌ વધાવીશુ. નાણાકીય નિર્ણય માં પણ જીવનસાથી ને સાથે રાખવા ની આદત અમે Clients માં નાખી રહ્યા છીએ. મારુ માનવું છે કે સયુંકત પણે લેવાયેલા નિર્ણય ફાઇનાન્શ્યલ પ્લાંનિંગ માં મદદરૂપ બને છે.
આપ સૌ ને હોળી ની ખુબ શુભકામના। આપ નું જીવન પણ હોળી ના રંગો ની જેમ રંગીન બને એ જ કામના.