સાહેબ 14 લાખ કરોડ ના છુટ્ટા આપો ને……

સવાર ની 6 વાગ્યા ની કર્ણાવતીમા મુંબઈ જતા પહે લા ઘણી વાર 100 ની નોટ આપી ને અખબારવાળા પાસે 3 રૂપીયા  નું newspaper  માંગતા ગ્રાહક સામે પેપરવાળો જેવું મોઢું કરે  એવી જ હાલત આખા દેશ ની ગયા મહિને થઇ. કતાર માં ઉભા રહેવા ની ટેવ વાળા આ દેશ ને મુશ્કેલી તો થઇ પણ “દુઃખ નું ઓસડ દહા ડા” આવી  કહેવત જાણતા આપણને લોકો ને બહુ વાર ના થઇ એને adjust  કરવા માટે.

મિત્ર નો પગ  accident  માં ભાગે અને હોસ્પિટલ માં  ખબર જોવા જઇએ ત્યારે જે શાન થી x -ray  ઊંચો કરી ને જોતા હઈએ  કે જાણે 10 વરસ   મેડિકલ કોલેજ  માં ભણ્યા હોઈએ અને આ આપણૂ   1000 માં fracture   નું ઓપરેશન હોય એવી  જ શાન થી આમ આદમી એ દેશ ના ઇકોનોમિક્સ ની ચર્ચા ચા ની દુકાન,પાન ના ગલ્લા ,Whats  app અને ફેસબુક ઉપર કરી. વાણી અને વ્યક્તિ સ્વતંત્ર ની આ થી મોટી છુટ  ક્યાં દુનિયા ના ખૂણા માં મળવા ની હતી.?

100 વરસ માં એકાદ વાર બનતી  આવી ઘટના માટે માર્કેટ કદાચ તૈયાર નહોતું. Dollar  ની મજબૂતાઈ અને Trump  ની  પોલિસી ને જાણવા માટે બજારે થોડી સાવચેતી રાખી  , ડેમોનિટાઇઝશન જેવા  ભારે કદમ ની ઈકોનોમી ઉપર શુ  અસર થશે એ અત્યારે કહેવું વેહલું થશે પણ ભ્રસ્ટાચાર, કાળા   બજાર અને આતંક ના ભૂયંગ ને નાથવા માટે એ ચોક્કસ મદદરૂપ થશે એમાં કોઈ બે મત  નથી.થોડી લાંબી નજર આ પગલાં ને તક માં બદલી શકે છે. ડિજિટલ ઇન્ડિયા અને કેશ લેસ  ઈકોનોમી તરફ નું આ કદમ આપન ને એક નવા યુગ તરફ લઇ જશે. 1984 ની ટેલિવિઝિન ક્રાંતિ, 2000 ની Mobile ક્રાંતિ પછી 2016 ની આ નોટબંધી  પણ ઇતિહાસ ના પાના માં અંકિત થઇ જશે.

મારું અંગત માનવું છે કે આ મુજબ ની પરિસ્થિતિ  આપણા માટે પહેલી વાર છે.આના નજીક અને દુરોગામી પરિણામો વિશેની ભવિષ્યવાણી કરવી એ મુર્ખામી છે.પરંતુ લાંબા સમયગાળા ની યોજના બનાવી ને હિંમતપૂર્વક આગળ વધવા માં સમજદારી છે.  

તો ચાલો ,થોભો અને રાહ જુવો ની નીતિ ને છોડી ને એક નવી દુનિયા માં ભાગ લેવા તૈયાર થઇ જઇએ  .એટલે તો અમે કહી એ છીએ કે कृपिया आगे  बढे ,आप कतार  में नहीं हे…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *