Bye Bye ૨૦૧૬ ….Welcome ૨૦૧૭
વર્ષ નો એક ચોક્કસ સમય વિચારવા માટે મજબુર કરી દે છે કે કેવું રહ્યું ગયું વર્ષ . આમ તો દરેક વર્ષ પછી સારી નરસી બાબતો પર બહુ જ લખાતું હોય છે અને વિચારતું પણ હોય છે. આજ કાલ તો નવા વરસ મા નવા નિયમ લેવા ની પણ એક અદભુત ફેસન ચાલી છે પણ મારો અનુભવ કહે છે કે આમા ના થોડાક જ ઉપર અમલ થઇ સકતો હોય છે બાકી ના બધા નવા વરસ ની Diary ના પેહલા ચાર પાંચ પાના લખાયા પછી કોરા રહે તેમ રહી જતા હોય છે.
જેમ મેં ગયા અંક મા લખું હતું કે આપ આગળ વધો આપ લાઈન મા નથી બિલકુલ આવું જ આખા દેશ સાથે થયું.નોટબંધી ની વાતો થી કંટાળેલા દેશે આગળ વધવાનું નક્કી કરયુ પણ ધીમે ધીમે. ભૂકંપ અને Curfew જેવી હોનારત સામે પણ ટકી જનારા આપના દેશ માટે થોડાક દિવસ નો અવકાસ બહુ મોટી વાત નથી આવું મારું માનવું છે. અમુક ચોક્કસ ધ્ધંધા કે જ્યાં Cash ની જરૂરિયાત અનિવાર્ય છે તેને થોડો સમય જરૂર લાગશે પણમીડિયા એ ઉભા કરેલા હાઉ જેટલો તો સહેજ પણ નહિ.
લેખા જોખા માટે એક વર્ષ બહુ નાનો સમય કેહવાય અને એ પણ જયારે આપણે Investment ની વાત કરતા હોઈએ. ત્યારે સમયાંતરે એનું અવલોકન કરવું ખુબ જ જરૂરી બની જાય છે. કોઈ પણ રોકાણ સમય માંગે છે એને વધવા માટે. હું મોટા ભાગે રોકાણ ની સરખામણી નાના બાળક ની સાથે કરતો હોવું છુ. જેમ એ પહેલા ૫ વર્ષ લે છે બોલતા,ચાલતા અને દોડતા સીખતા. પણ આજ ૫ વર્ષ છે જે આપણ ને ખુબ જ આનંદ આપે છે.
૨૦૧૭ નું વરસ ચોક્કસ નવી તાજગી અને ઉર્જા લઇ ને આવશે એમાં બે મત નથી.ચારે બાજુ સમસ્યા થી ઘેરાયેલ દેસ ને હવે તકલીફ થી દુર નીકળવા મા બહુ સમય નથી. નવું વર્ષ નવી તેજી તરફ છે. છેલ્લા ૨ વર્ષ થી સ્થિર થયેલા બજાર નવી છલાંગ માટે તૈયાર છે. માત્ર જરૂર છે ધીરજ અને મક્કમતાથી આગળ વધવાની.મંદી ની વાતો કરી ને ડરનારા લોકો માટે એક જ સલાહ છે કે “ ચલના જીવન કી કહાની રુકના મૌત કી નિશાની”
આપ સૌ ને નવા વર્ષ ની બહુ બધી શુભેચ્છા.આગામી વર્ષ આપ સૌ ને ખુબ જ સફળતા આપે તેવી ઈશ્વર ને પ્રભુ પ્રાર્થના.