April  …..ભર  ઉનાળે શરદપૂનમ

મઝા  આવી ને  ..UP ઇલેકશન ને નામ ઉપર મોટો હાઉ ઉભો થયો  પણ થયુ શુ ?.  ભારત નો મતદાર હવે  સમજદાર થઇ ગયો છે. સમજ  ની જરૂર નેતાઓ ને છે. જે જનતા એક સમયે ખોબો ખોબો ભરી ને Vote  આપે છે એ ક્યારેક ચપટી માટે પણ તરસાવી દે છે.તકલીફ થાય જયારે હાર નું ઠીકરું EVM  ઉપર ફોડવામા  આવે.જો આ લોકો ની સાથે રહીશુ તો પાછા  ગાડી ઉપર થી બળદ ગાળા ઉપર, રસ્તા માં થી ખાડા ઉપર અને મોબાઈલ  ઉપર થી પેલા ચક્કરવાળા Landline  ઉપર લાવી દેશે  . આપણે આગળ જ વધીયે  .

આગળ વધવા નો સીધો નિયમ છે આજ નું શીર્ષક। ભરબપોરે કોઈ પણ જાત ની ફરિયાદ વગર આગળ વધવાનું એક ઉદાહરણ આપું . જયારે આખો દેશ નોટેબંધી ની લાઈન માં હતો ,મીડિયા મન ભરી ને બધા ને ડરાવતી હતી, ધંધા રોજગાર ઠુપ થઇ જશે આવી વાતો ચાલતી હતી ત્યારે stockmarket  નું લેવલ 7900 સુધી નીચે હતું.માત્ર 4 જ મહિના માં આ બધા ડર  ને ફગાવી ને બજાર 9200 ની નવી સપાટી ઉપર પહોંચી ગયુ  . 15% ની મોટી છલાંગ નો ફાયદો એ લોકો ને મળ્યો જેને ભરબપોરે ચાલવા નું જોખમ લીધુ  . જયારે બધા ગરમી ની ફરિયાદ કરે , ધોમ ધકતો  ઉનાળો હોય ત્યારે જ ઈન્વેસ્ટ કરીએ  . રીટર્ન ની ઠંડક તો જ મળે.

નાની બચત અને PPF  ના વ્યાજ દર માં ફરી ઘટાડો થયો છે. બેંક FD  ના દર પણ હજુ નીચે  જવાની સંભાવના છે ત્યારે Retired  અને ફિક્સ રીટર્ન ની આશા ધરાવતા ઇન્વેસ્ટર ના રીટર્ન માં ઘટાડો થશે એ ચોક્કસ છે. જયારે સમય બદલાઈ રહ્યો છે ત્યારે નવા જમાના ના બચત અને ઇન્વેસ્ટમેન્ટ ના તરીકા  અપનાવ્યા સિવાય છૂટકો નથી. 15 year  PPF કરતા પણ ELSS  ને ચોક્કસ ધ્યાન માં રાખી શકાય.નવી સારું થૈયેલી નેશનલ પૅન્શન સ્કીમ પણ સારી આવી લોકપ્રિય થઇ રહી છે। તેને પણ સમજી ને ભવિષ્ય ના પ્લાન માટે આ વર્ષે ઉપયોગ કરવી જ રહી.

એપ્રિલ મહિનો નવા ફાઇનાન્સીયલ  વર્ષ ની શરૂઆત છે. ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ માટે વર્ષ ના અંત ની રાહ ન જોતા શરૂઆત થી જ રોકાણ નો પ્લાન બનાવી લઈએ  . માર્કેટ માટે અમારો આશાવાદ હજુ પણ બરકરાર છે , સમજદારી પૂર્વક નું રોકાણ આવતા 2 વર્ષ માં અદભુત રીટર્ન આપશે તેમાં કોઈ શંકા નથી. જયારે માર્કેટ વધે ત્યારે મિડકેપ અને સ્મોલકેપ  તરફ આકર્ષણ થાય તે સ્વાભાવિક છે પરંતુ મારી સલાહ આવા વખતે પણ માત્ર લાર્જ કેપ ફંડ માં ટકી રેહવાની છે. કારણેકે આપ ની પાસે ઉનાળા ને નાથવા ના સાધનો છે પણ જયારે હીટ સ્ટોર્મ થાય ત્યારે લૂ  લાગવા ની પુરી સમભાવના છે.

આ ન્યૂઝ લેટર નો એક માત્ર ઉદેશ્ય આપ ને ગયા મહિના વિષે ની માહિતી આપવનો છે. સાથે મારો પ્રયાસ એવો પણ રહે છે કે આવનારા મહીનાઓ  વિષે ના મારા view  આપૂ  .આપ ની નજર અમારા recommend  કરેલા ફંડ ઉપર પણ રાખો  . રિસ્ક પ્રોફાઈલ પ્રમાણે જુદા તારવેલા ફંડ આપને રોકાણ માટે મદદરૂપ થશે જ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *