ચાલો બજેટ બનાવીએ ……

ગયા મહિનાના Newsletter નો અંત મેં આ વાક્ય થી કર્યો હતો-  “મંદી ની વાતો કરી ને ડરનારા લોકો માટે એક જ સલાહ છે કે “ ચલના જીવન કી કહાની રુકના મૌત કી નિશાની”. મારી અટક ને સાર્થક કરવા  માર્કેટે પણ મસ મોટી છલાંગ મારી દીધી.સાચું બોલવા અને સાચા પડવા બંને માં મજા તો આવે જ છે.

બજેટ ને લઇ ને આ વખતે દર વખત કરતા થોડો ઓછો ઉત્સાહ હતો. GST  પછી શુ સસ્તું અને શુ  મોંઘુ થશે તેની ચિંતા GST counsel કરશે.આખા દેશ માં એક જ ટેક્ષ ની આ નવી સિસ્ટમ લાંબા ગાળા માં મોટો ફાયદો કરી આપસે.

એક ફાઇનાન્શ્યલ પ્લાનર તરીકે હું હંમેશા બજેટ બનાવા ની અને અને વળગી રહેવા ની સલાહ આપ તો હોઉં છુ. ચાલો આ વખતે આપણા અને દેશ ના બજેટ ની સાથે સાથે ચર્ચા કરીયે.બજેટ મુખ્ય બે વસ્તુ ઉપર કેન્દ્રિત હોય છે. આવક અને જાવક નો હિસાબ અને ખર્ચ ઉપર નો અંકુશ.

1. નેટ income : આપણી બધી જ આવક માં થી બધા જ ખર્યા ( EMI ,ટેક્સ,ઈન્વેસ્ટમેન્ટ ) બાદ કાર્ય પછી જે વધે એ આપણી  નેટ income.સરકાર પણ જયારે બજેટ બનાવે ત્યારે એની ઉપર ધ્યાન રાખે છે. કમનસીબે ભારત ની નેટ Income -3.2% છે. મતલબ આમ દાની અઠની  ખર્ચા રૂપૈયા. તો પછી આ 3.2% ની ખોટ સરકાર કઈ રીતે સરભર કરશે? ક્યાં આપ ની પાસે થી વધારે ટેક્સ લઇ ને અથવા તો લોન લઇ ને. ટેક્સ આપને ભરવો પડશે અને લોન આપના બાળકો એ ચૂકવાઈ પડશે. નુકસાન તો છે જ ને? આ સરકાર નો ઉદ્દેશ  આ ગેપ ને -2.5% સુધી લઇ જવા નો છે. બજેટ બનાવાનો પેહલો ફાયદો આપણ  ને ખબર પડે આપણે ક્યાં છીએ.આજે જ ચેક કરીયે કે આપણુ બજેટ આપણા નિયંત્રણ માં છે કે નહીં.

2.ખર્ચ નિયંત્રણ : “ચાદર જેટલા પગ લાંબા કરવા” એ કેહવત આપણ ને નાના હતા ત્યાર થી ખબર જ છે . વોરન બફેટ  કહે છે તેમ જે વસ્તુ જરૂરી નથી એ ખરીદશો તો ક્યારેક જરૂરી વસ્તુ વેચવી પડશે. સારા ના ણા મંત્રી અને કહેવાય કે જે જરૂરી જગ્યા ઉપર ખર્ચ કરે. આ બજેટ માં સિક્ષણ ,સ્વાસ્થ્ય ,રોડ અને રેલવે જેવા જરૂરી વિભાગ માં વધારે ખર્ચ કરવાના લ ખ્યાંક  આવકારદાયક છે. યાદ રાખીયે કે આપનો જન્મ જ દેવાદાર દેશ માં થયો છે. એક પણ પૈસો ખોટો ખર્ચ કરવો આપણ ને ના પાલવે.જ્યાં પણ ખોટો ખર્ચ દેખાય ત્યાં એક જવાબદાર નાગરિક તરીકે તરત જ રોકીયે। આખરે આપણી જવાબદારી દેવું ઘટડાવાની પણ છે.

ઉપર ના બે મુખ્ય મુદ્દા ઉપરાંત એક પ્લાન બનાવીયે ,આપ ના ગોલ તરફ આગળ વધીએ ,જરૂર પડે ત્યાં આપણી ખર્ચ કરવા ની આદત બદલીયે અને સૌથી અગત્યની વાત કે આપણે આપણા બજેટ ને વળગી રહીયે।

આજે   વસંતપં ચમી   છે. જ્ઞાન ની દેવી માં સરસ્વતીની કૃપા  આપણાં ઉપર સદાય વરસતી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *