બાપુ ,નીતીશ અને નીફ્ટી …..રોકવા ના મૂડ માં નથી
બિલકુલ સાચી વાત છે ને. બાપુ અને નીતીશ કુમાર સાથે આપ ને બહુ લેવા દેવા નથી પણ નિફ્ટી સાથે બિલકુલ છે.ગયા અંક માં જેમ લખું હતું તેમ GST થી જે ગભરાતા હતા તેમણે બમણો માર ખાધો . GST લાગુ પણ થઇ ગયુ અને માર્કેટ પણ ગયા મહિને લગભગ 6% હા એકદમ સાચી વાત 6% વધી ગયુ .Peter Lynch કે જે અમેરિકા ના દિગ્ગજ ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર છે એ કહે છે તેમ કે ઇન્વેસ્ટર ને મંદી માં નુકસાન થાય છે એના કરતા વધારે નુકસાન મંદી ની રાહ જોવા માં થાય છે .એનો મતલબ કદાપિ એવો નથી કે સમજ્યા વિચાર્યા વગર ઇન્વેસ્ટમેન્ટ માટે કૂદી પડવું.
ઘણા ઇન્વેસ્ટર મને પ્રસ્ન પૂછી રહ્યા છે કે આ માર્કેટ માં હવે સુ કરવું ? માર્કેટ નું TOP કે BOTTOM ક્યારે પણ કોઈ કહી ના શકે.અને જે કહે એ સમજવું કે મોટા ગપ્પા મારે છે કેમ કે બજાર હંમેશા ધારણા ની વિરુદ્ધ ચાલે છે પણ અમે જે મુદ્દા ધ્યાન માં રાખીયે છીએ તે જણાવું.
1. Age : ઇન્વેસ્ટમેન્ટ ના સદા નિયમ પ્રમાણે ઉમર ની સાથે જોખમ લેવા ની ક્ષમતા ઘટે છે. સામાન્ય રીતે 50 વર્ષ થી નીચે અને ઉપર ઇન્વેસ્ટમેન્ટ ની રીત બદલાતી હોય છે.
2. Income Projection : કહેવાય છે કે અત્યાર ની દુનિયા અણધાર્યા પરિબળો થી ઘેરાયેલી છે. બહુ લાબી યોજના બનાવી મુશ્કેલ છે પરંતુ જો આપણે આગામી 3 વર્ષ ની અવાક નો સામાન્ય અંદાજો લગાવી શકીયે તો રોકાણ ના નિર્ણય લેવા માં સરળતા રહે.જેમ કે જો આપ કહી શકો કે આપ ની આવક આગામી 3 વર્ષ માં વધશે ,આટલી જ રહેશે કે કેહવું મુશ્કેલ છે એ દરેક પરિસ્થિતિ માં મારુ Asset Allocation અલગ રહેશે .
3. SIP Value : જેમ કોપી કાઢવા નું મશીન xerox ,મીનરલ વોટર ની બોટલ ની બદલે Bisleri શબ્દ પ્રચલિત છે તેમ જ mutual fund નું બીજું નામ SIP થઇ ગયુ છે. ઘણા ઇન્વેસ્ટર મુતુળ ફંડ થી ગભરાય છે પણ SIP કરી દો એમ કેહતા હોય છે. ગયા મહિને લગભગ 4900 કરોડ રૂપિયા SIP ના માધ્યમ થી બજાર માં ઠલવાયા। આપ ના પોર્ટફોલિયો ના કેટલા ટકા વૅલ્યુ ની SIP ચાલુ છે તે જાણવું ખુબ જ જરૂરી છે. તે જાણ્યા પછી જ નવું રોકાણ કરવું હિતાવહ છે.
4 Goal : દરેક ઇન્વેસ્ટમેન્ટ એક ચોક્કસ ધ્યેય સાથે થતું હોય છે. કોઈ પણ નવું ઇન્વેસ્ટમેન્ટ કરતા પેહલા ચકાસી લો કે આવતા 3 વર્ષ માં કોઈ મોટો ગોલ નજીક માં નથી ને? જો એનો જવાબ હા હોય તો ઇન્વેસ્ટમેન્ટ કરતા પેહલા આપ ના ગોલ ને જરૂરી પૈસા એક બાજુ કરી લો..
ઉપર ના ચાર મુદ્દા ઉપરાંત જેમ ગયા અંક મા લખું હતું તેમ બજાર ની વર્તમાન પરીસ્થીતી અને ,આપ ની પોતાની Risk Profile ને પણ ધ્યાન રાખવા ખુબ જ જરૂરી બની જાય છે.
આ લખી રહ્યો ચછુ ત્યારે દેશ ની સૌથી મોટી બેંક SBI એ savings એકાઉન્ટ્સ પાર ના વ્યાજ અડધા ટકા સુધી ઘટાડી દીધા છે. સારો વરસાદ,મોંઘવારી ના ઘટતા દર RBI ને હજુ એક વાર વ્યાજ દર ઘટાડવા મજબુર કરી દે તો નવાઈ નહિ.આપણે પણ બાપુ અને નીતીશ કુમાર ની જેમ રોકવા ના મૂડ માં નથી।
ઓગસ્ટ મહી ના માં તહેવાર ની મોસમ જામશે। આપ સૌ ને રક્ષાબંધન , જન્માષ્ટમી અને સ્વાતાંત્ત્ર દિવસ ની બહુ બધી શુભેછાઓ .