મોદી નો માંજો વિકાસ ની પતંગ ચગાવશે
નવા વર્ષ ની શુભકામનાઓ.શીર્ષક માં પ્રશ્નાર્થ ચિન્હ મુકવા નું મન થયુ પણ તરત જ મારા માં રહેલા આશાવાદી વિચારે જવાબ આપ્યો જો પતંગબાજ મજબૂત હોય તો માંજો કોઈ પણ હોય પતંગ ચગે જ.ગુજરાત ઇલેકશન પતવા ની સાથે જ મીડિયા નું આકાશ ખાલી થઇ ગયુ. મગરૂરી થી ઉડતો ભાજપ નો પતંગ ભાર દોરીએ કપાતા સહેજ માટે રહી ગયો.નીરાસા ખંખેરી ને નવા વર્ષે બધા એ જ કામે લાગવું પડશે .માત્ર પવન ના સહારે ચાલતી પતંગ જયારે ગોઠ લગાવી દે તો સંભાળવી મુશ્કેલ બની જાય છે.
મિત્રો, ઉતરાયણ આવે છે અને મારે પણ ઇન્વેસ્ટમેન્ટ ને આ સુંદર તહેવાર ને સાંકળવાની કોશિશ કરવી છે.
1. પતંગ : આકાશ લાલ, પીળા,વાદળી અને રંગબેરંગી પતંગો થી સજી જશે. કોઈ ઢાલ ચગાવશે તો કોઈ ખંભાતી.કોઈ ભારે પતંગ પસંદ કરે તો કોઈ હલકી.ઇન્વેસ્ટમેન્ટનું આકાશ પણ એવું જ છે. આપને જે પસંદ હોય તે જ ખરીદો.કોઈકે ને સોનુ ગમે તો કોઈ રીયલ એસ્ટેટ નો દીવાનો હોય. કોઈ શેર પસંદ કરે તો કોઈક Mutual Fund .દરેક પોતાની અનુકૂળતા પ્રમાણે રોકાણ કરે. સલાહ એક જ પતંગ એવો પસંદ કરો કે જે ચગે ,સ્થિર હોય અને આપ ને પણ મજા આપે.
2.કિન્ના : મારુ જ્ઞાન પતંગ ના વિજ્ઞાન માં થોડું ઓછું છે પણ મેં ઘણા પતંગબાજો ને અલગ અલગ રીતે કિન્ના બાંધતા જોયા છે. શુન્ય-શુન્ય અને એક-એક જેવી ભાષા પતંગ વિશ્વ માં કિન્ના બાંધતી વખતે વપરાય છે.એનો સીધો સંબંધ પતંગ ની સાઈઝ ,પવન અને પતંગ ચગવનાર ની Style ઉપર નિર્ભર છે.ઇન્વેસ્ટમેન્ટ માં પણ Asset Allocation ની કિન્ના બાંધવા નું ચલણ છે.ઇન્વેસ્ટમેન્ટ ગમે એટલું સારું હશે પણ જો Asset Allocation એટલે કે કેટલું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું એ સમજણપૂર્વક નહિ કરેલું હોય તો પતંગ ચોક્કસ ગુલાંટ મારશે જ .
3.માંજો :માંજો એ સુરતી શબ્દ છે. કહે છે દોરી જેટલી મજબૂત પતંગ એટલી જ લાંબી ટકે.મને યાદ છે જયારે નાના હતા ત્યારે પતંગ ચગાવતી વખતે વડીલો ધીમે ધીમે દોરી છોડવાની સલાહ આપતા.જેમ જેમ દોરી છોડતા જઇયે તેમ તેમ પતંગ વધારે ને વધારે પવન માં આવતી જાય.અમે પણ તમારો ઇન્વેસ્ટમેન્ટ નો પતંગ ધીમે ધીમે ચઢાવાની સલાહ આપીયે છીએ .સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (sip ) ની દોરી વડે તમારા ઇન્વેસ્ટમેન્ટ ને મજબૂત કરી દો.ઇન્વેસ્ટમેન્ટ ને એટલું મજબૂત કરીએ કે પછી પવન પડે (Market પડે ) તો પણ આપણી પતંગ તો ચગ્યા જ કરે.
4.ફીરકો :ઘણી વાર આપણે પતંગ ચગાવામાં એટલા બધા મશગુલ થઇ જઇયે છીએ કે નજીક ના ધાબા માં થી કોઈ સિફતપૂર્વક આપણી પતંગ સાથે પેચ લગાવી ને પતંગ કાપી જાય છે. આ જોવા નું કામ ફીરકો લઇ ને ઉભેલા આપ ના સાથીદાર નું છે.જો એ સમયસુચકતા વાપરે તો તમારું ધ્યાન દોરશે જ. આપ ના ઇન્વેસ્ટમેન્ટ ના પતંગ ની સલામતી માટે હંમેશા સારા Advisor ની પસંદગી કરો.માર્કેટ ની હવા અને બદલાતા પરિબળો ની સામે આપ ના ઇન્વેસ્ટમેન્ટ ને બચવા ની જવાબદારી આપ ના Advisor ની છે.ક્યારેકે બહુ દોરો છોડાઇ ગયો હોય તો સિફતપૂર્વક થોડોક પતંગ નીચે ઉતારી લેવાની સલાહ માં પણ સમજદારી જ છે.
સુંદર પતંગ,વ્યવસ્થિત કિન્ના ,મજબૂત માંજો અનેફીરકા વડે આપ નો ઇન્વેસ્ટમેન્ટ નો પતંગ આકાશ માં અજેય રહે એ જ પ્રાર્થના.