IPL & Investment …નવી ટેકનીક નવી મજા
ક્રિકેટ ની મોસમ પૂર બહાર માં ખીલી છે. ક્રિકેટ ના સૌથી આધુનિક રૂપ IPL ની માજા દેશ ઉઠાવી રહ્યો છે. ક્રિકેટ એ મારી મનગમતી રમત છે.શિસ્ત ,ખેલદીલી ,ટીમવર્ક ,જીત નો જોશ અને ક્યારેય ના હારવા ની સમજ આ ખેલ આપે છે. ક્રિકેટ નું આ નાનું version ઘણા પ્રશ્નો લઇને સારું થયુ હતું પણ જો દમદાર રમત હોય તો એના ઉત્તર પણ તરત મળી જાય છે. ફટાફટ રમાતી આ રમત ને ઇન્વેસ્ટમેન્ટ સાથે પણ સીઘો સંબંધ છે. આવો જોઈએ…..
Powerplay : T 20 માં પાવરપ્લે નું મહત્વ વધારે છે. શરૂઆત ની ઓવર માં ટીમ ના મજબૂત ખેલાડી ને ઉતારવા માં આવે છે. આ એવા batsman છે કે જે ball ને આસાની થી ground ની બહાર મોકલી આપે છે. ઇન્વેસ્ટમેન્ટ માં પણ પાવરપ્લે છે. 25 થી 40 વર્ષ માં કરવા માં આવતા ઇન્વેસ્ટમેન્ટ ઉત્તમ છે.શરૂઆત ના વર્ષ માં જોખમ લઇ શકાય છે. ઇક્વિટી માં વધારે રોકાણ પણ થઇ શકે જો વિકેટ પડે તો બાકી ના પ્લેયર સાચવી શકે આવી રીતે જ .
opportunity : 20 -20 એ દરેક બોલે થાક ખાધા વગર રમાતી રમત છે. જો ઉભા રહી ગયા અને સમય બગડ્યો તો હાર નિશ્ચિત છે. ઇન્વેસ્ટમેન્ટ એ પણ કૈક એવું જ છે ને. સેવિંગ્સ & ખાલી કેશ માં પડી રહેલા નાણા નું ઉત્તમ આયોજન તમને વધારે wealth તરફ લઇ જાય છે.દરેક તક નો લાભ લો.
ધીરજ રાખો : મેચ નું પાસું ગમેં ત્યારે બદલાઈ શકે છે. જરૂર છે ધીરજ રાખવાની। 20-20 માં ક્યારે હાર ની બાજી જીત અને જીત ની બાજી હાર માં બદલી એ નક્કી નથી હોતું। આપ ને માર્કેટ ના ઉત્તર ચઢાવ થી ગભરાયા વગર ઇન્વેસ્ટમેન્ટ માં તાકી રહેવા નું છે. જો આપ ના માં ધીરજ હશે અને ગોલ નિશ્ચિત હશે તો જીત તમારી જ છે.
Be Innovative : છેલ્લા કેટલાક સમય માં ક્રિકેટ માં એટ લી નવી શોધ થઇ છે કે એના રમવા અને જોવા ના નિયમ જ બદલાઈ ગયા છે. રોકાંણ ના પણ સાધનો અને રીત છેલ્લા કેટલાક સમય થી પ્રયોગાત્મક થઇ રહ્યા છે. ઘટતા વ્યાજદર અને મોંઘવારી ની સામે ટકી રહેવા જુની વ્યવસ્થા બદલવી રહી। ગણતરી પૂર્વક નું જોખમ લઇ ને રોકાણ કરવા થી ફાયદો થઇ શકે છે.
નિષ્ણાત ની સલાહ : હવે દરેક ટીમ પોતાના હેડ કોચ ,બોલિંગ કોચ અને બેટિંગ કોચ રાકે છે. એની સાથે ટીમ ના ફીઝીઓ અને મનોચિકિત્સક પણ ખરા. લડતા પેહલા આખી ફોજ સજ્જ થઇ જાય છે. વિરોધી ના દરેક કદમ ઉપર નજર રાખતી હોય છે. ઇન્વેસ્ટમેન્ટ ની રમત પણ હવે એક્સપર્ટ game થઇ ગઈ છે. ઇક્વિટી ,મ્યુચ્યઅલ ફંડ ,ટેક્સ વગેરે બાબતો નો ગહન અભ્યાસ પછી જ નિર્ણય લેવા માં સમજદારી છે. જાતે પણ સમજીયે અને સમય અંતરે એક્સપર્ટ ના ઓપીનીઓન લેવાથી રીટર્ન ઉપર હકારાત્મક અસર થઇ શકે છે.
Have fun : T 20 એ આનંદ ની રમત છે. એક જમાનો હતો જયારે ગવાસ્કર એવું કહી ને રમત અટકાવી દેતા હતા કે પ્રેક્ષકો બહુ જ અવાઝ કરે છે અને એકાગ્રતા ભંગ થાય છે. આજે એ જ ખેલાડીઓ DJ ના પુષ્કળ અવાજ ની વચ્ચે ,પ્રેક્ષકો ની ચિચયારીયો ની સાથે બિન્દાસ રામે છે. આજે માહિતી નો મહાસાગર ઉભરાઈ રહ્યો છે.બહુ બધા ન્યૂઝપેપર,મીડિયા, tv ચેનલો તમારું ધ્યાન ભટકાવશે. એ તમારી ઉપર છે કે આપ સુ સાંભળો છે. તમારા નિર્ણય ઉપર વિશ્વાસ રાખો અને આગળ વધો।
ગયા મહિને FATCA ના કાયદા વિશે બહુ જ ચર્ચા રહી. આ અંક માં એને વિશેસ અવારવાની કોસીસ કરી છે.
4 મહિના ની છલાંગ પછી માર્કેટ કદાચ આ મહિને આરામ કરે. કૃષિ પ્રધાન દેશ માટે વરસાદ અગત્યનો છે. તેની રાહ પણ બજાર જોશે। પણ આપણે રોકવા નું નથી…Game આપણી છે….