GST અને સબસિડી : TAX ની ઉઘરાણી અને પૈસા ની લહાણી…..

જોરદાર મહીનો રહ્યો જૂન.પૂછો કેમ? .GST  ની વધામણી માટે આખો દેશ ( જેને ખબર પડતી હતી એ અને નહોતી પડી એ પણ .)  આખો મહિનો રાહ જોઈ ને ઉભા રહ્યા કે શુ થશે? શુ  થયુ ?..કઈ પણ નહિ. માળખાકીય વ્યવસ્થા  જયારે બદલાય ત્યારે થોડી તકલીફ પડે.બદલાવ ને અનુકૂળ થવાનું હોય   મોટા ભાગ ના બદલાવ સારા માટે થતા હોય અને જયારે દેશ ના પ્રમુખ બુદ્ધિસાલી લોકો એ ને  લાવતા હોય ત્યારે તેને પાન ના ગલ્લા ઉપર ના ચર્ચાય .GST  ની દુરોગામી અસર બહુ જ સકારાત્મક છે એમાં કોઈ જ બેમત નથી.ગયા મહિને વિવિધ રાજ્ય સરકાર વચ્ચે ખેડૂતો ના દેવા માફી ની હરીફાઈ લાગી।  બહુ દુઃખ થાય જયારે એક બાજુ આપણે એક એક રૂપિયા નો ટેક્ષ લેવા ની વાત કરતા હપિયે અને બીજી બાજુ આ જ રૂપિયા ની લ્હાણી કોઈ જાત ના ધારા ધોરણ વગર કરી દેવામા આવે, આપણા  રાજકારિણીયો ને આપણે   જ સુધારવા પડશે .શુ કહો છો ?….

મુદ્દા ની વાત ઉપર આવીએ. ઘણા મિત્રો નો એક સામાન્ય સવાલ હોય છે કે ઇન્વેસ્ટ્મેંટ કેવી રીતે કરવું જોઈએ. કોઈ પણ ઇન્વેસ્ટમનેટ કરતા પેહલા 3 ચીજ નું ધ્યાન રાખવું જોઈએ:

1. બજાર ની વર્તમાન પરિસ્થિતિ : શેર બજાર એટલે વિવિધ કંપનીઓ ના શેર  લે વેચ કરવા નું માધ્યમ.અહીં શેર ખરીદતા અને વેંચતા પેહલા એક શબ્દ બહુ અગત્ય નો છે અને એ છે કિંમત. શેર  ની કિંમત નક્કી કરવા માટે 2 પરિબળો ને ધ્યાન માં રાખી શકાય.  શેર નું Earning  અને જે તે શેર  ની Book  Value . જેમ કે અત્યારે આપણુ  બજાર લગભગ 24 ના P /E  Ratio અને 3.5 ના Book  Value ઉપર ટ્રે ડ  કરે છે. જે મારી દ્રષ્ટિ એ થોડું મોંઘુ છે.તો આવા સંજોગો માં શુ  કરી શકાય? એનો જવાબ એ હોઈ શકે કે અત્યારે Quality  લાર્જ કેપ ફંડ અથવા બેલેન્સ ફંડ ઉપર નજર રાખી શકો. માર્કેટ એ લોકો માટે નથી જે આંખે પાટા બાંધી ને વેલ્યૂએશન સમજ્યા વગર કૂદી પડે છે. તેમના માટે પસ્તાવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

2. Risk  Profile : આ શબ્દ હમણાં બહુ જ પ્રચલિત થયો છે પણ કમનસીબે એની સમજ અને એનો યોગ્ય ઉપયોગ થયો નથી. એને સરળ રીતે સમજીએ.જેમ કે કોઈ વ્યક્તિ ને ચકડોળ માં બીક લાગે છે  બીજા શબ્દો માં કહીયે તો અને સતત ચક્કર અને બહુ ઊંચાઈ થી બીક લાગે છે. એનો મતલબ એ નથી કે ચકડોળ ખરાબ છે કે એ વ્યક્તિ બીકણ છે. દરેક સંજોગો માં દરેક વ્યક્તિ અલગ અલગ રીતે પ્રતિભાવ આપે છે જેને Risk Profile  કહેવાય  ઘણા બધા લોકો શેર બજાર માં પેહલા પૈસા ગુમાવી ચુક્યા હોય છે. તે કારણ થી બજાર પ્રત્યે નું તેમનું વલણ અલગ હોઈ શકે. એનો મતલબ એ નથી કે શેર  બજાર જોખમી છે .દરેક ઇન્વેસ્ટરે બજાર માં આવતા પેહલા પોતાનો Risk  Profile  ટેસ્ટ કરી લેવો જરૂરી છે.

3. Goal  : કહેવાય છે કે લક્ષ વગર નું જીવન નકામું છે તેમ જ Goal  વગર ના ઇન્વેસ્ટમેન્ટ ની કોઈ જરૂર નથી, હું દર વખતે પૂછતો હોઉંછુ કે આ ઇન્વેસ્ટમેન્ટ આપ શુ  કામ કરોછો અને કેટલા વખત માટે?..જો આ બે પ્રશ્નના  ઉત્તર હોય તો જ ઇન્વેસ્ટ્મેંટ માટે આગળ વધવું.માત્ર રીટર્ન મેળવવા કરાતું ઇન્વેસ્ટમેન્ટ થોડા સમય માં બંધ થઇ જતું હોય છે. નિર્ધારિત લક્ષ સાથે કરેલું રીટર્ન ચોક્કસ વળતર આપે જ.

મને વિશ્વાસ છે કે ઉઓપર ની ત્રણ પાયા ની વાતો  ધ્યાન માં રાખવા થી આપ ના ઇન્વેસ્ટમેન્ટ કરવા ની રીત માં ચોક્કસ ફેર આવશે. 4 વર્ષ ની પૂર્ણતા વખત આપ  સૌ ની સુભેછાઓ બદલ ખુબ ખુબ આભાર. हम साथ साथ है

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *