
દોસ્ત…તું મને બહુ જ ગમે …
કેમ છે દોસ્ત ?…એવું કોઈ પૂછે અને તમારા ચેહરા પર સ્મિત આવી જાય તો સમજવું કે તમે સાચા દોસ્ત સાથે વાત કરી રહ્યા છો. ઈશ્વરની અસીમ કૃપા છે મારા ઉપર કે ક્યારેય દોસ્તોની કમી રહી નથી અને દોસ્તો એ પણ કોઈ કમી નથી રાખી મારી જિંદગીમાં. આમ તો દરેક દિવસ મારા માટે ફ્રેંડશીપ- ડે હોય છે.કોઈક જ દિવસ એવો હોય કે કોઈના કોઈ ખાસ મિત્ર મને મળવા ના આવ્યો હોય કે મેં મિત્ર સાથે વાત ના કરી હોય.મજાની વાત એ છે Whats App ,ફેસબુક કે Twitter કરતા પણ આ મિત્રો મારા હાથ વગા છે. ચાલો આજે એ બધા મિત્રોને યાદ કરીએ .આ લેખ વાંચતા જો તમને પણ થોડા મિત્ર યાદ આવી જાય અને તમે પણ કોઈ મિત્ર ને ફોને કરશો તો મારો પ્રયાસ સફળ થશે.
1. નિશાળિયો મિત્રો : યાદ છે એ મિત્ર તમારો જેના સાથે હાથમાં હાથ નાખીને તમે સ્કૂલે જતા હતા. આ હાથ એટલે ગમતો કે મોમ અને ડેડ ને છોડ્યા પછી આ હાથ તમને મજબૂતી આપતો . કક્કા બારાખડી ની કંટાળજનક જંજાળ માં એ ચેહરો હસાવતો .લંચ બોક્સમાં તમારા માટે કંઈક ચોક્કસ લાવતો . જિંદગી ના પડાવ માં એ હાથ ક્યારે છૂટી ગયો એ યાદ નથી પણ આજે પણ જયારે તું યાદ આવે છે દોસ્ત ત્યારે માસુમ સ્મિત ચેહરા પર પાછું આવી જાય છે.અરે વાહ તમે પણ હસી પડ્યા.
2. કોલેજ મિત્રો : જીવન માં આગળ વધવા ની કસમ અને સપના જોતા આ મિત્રો એ શીખવ્યા.નિશાળ કરતા આ સંખ્યા વઘી અને આજે પણ આ મિત્રો અડીખમ જોડાયેલા છે મારી સાથે . પરવા નથી કોઈક આગળ છે કે પાછળ પણ બધા એકબીજા માટે ખુબ જ લાગણી ધરાવે છે. તમારું પણ એક ગ્રુપ હશે ખરું ને? તો રાહ કોની જોવો છો ચિપકાવી દો એક મેસેજ ફ્રેંડશીપ ડે નો બધા ને….
3. પરમ મિત્ર : કેટલાક મિત્રો એવા હોય છે જે મુસીબત માં હંમેશા તમારી આગળ જ ઉભા હોય. કહે છે ને “મિત્ર એવો સોધીયે જે ઢાલ સરીખો હોય ” આવા મિત્રોની સંખ્યા જેટલી વધારે એટલા જ તમે ધનવાન . મૈ હૂં ના કેહવા વાળા મિત્રો મદદ માં અચાનક જ ઉભા થઇ જાય છે. આ એવા મિત્રો છે જેને જોતા તમને એક હાશકારો થઇ જાય તમારું બધું જ ટેન્શન એક પળ માં જ ગાયબ થઇ જાય .બોલો કોનું નામ યાદ આવી ગયુ?…Thank you કહી દો એને.એનો જવાબ કહુ એ કહેશે બસ આટલી જ દોસ્તી ને ..Thank You કહેવાય ?
મિત્રો ની યાદી માં થોડા મિત્ર ભામાશા જેવા પણ હોવા જોઈએ જે પોતાનું સર્વસ્વ લૂંટાવી દે અને થોડા સુદામા જેવા મિત્ર પણ હોવા જોઈએ જે થોડા માં થી પણ થોડા પૌવા તમારા માટે લઇ આવે. કૃષ્ણ જેવા મિત્ર પણ ભાગ્યશાળીને મળે જે ગીતા નું જ્ઞાન પણ આપે અને યુદ્ધ કરતા પણ શીખવે.શોલે ના જય અને વીરુ જેવા મિત્રો પણ હોય શકે જે કોઈ પણ સ્વાર્થ વગર તમારી સાથે આવી જાય .
આપની યાદી માં હું પણ એક મિત્ર તરીકે હોઈ શકું જે તમને તમારી ફાઇનાન્સ ની જવાબદારી માં થી મુક્ત રાખીને તમને ગમતી પ્રવૃત્તિ માં ધ્યાન રાખવા દે છે .તો રાહ કોની જોવો છો સામે મેસેજ કરો ને કે ” દોસ્ત…તું મને બહુ જ ગમે ..”.હું રાહ જોવું છું..
Happy Friendship Day ….