નોટો ચાલી ગઈ…”સિક્કા” ખોટા પડયા .
ઓગસ્ટ મહિનો સમાચાર નો મહિનો રહ્યો . જયારે પણ Market ને ત્યાંજ રહેવું હોય અથવા તો નીચે જવું હોય ત્યારે એ બહુ બધા ખરાબ સમાચાર નો સહારો લે છે. આમ તો આ Newsletter ના માધ્યમ થી ગયા મહિના અને આવનારા મહિના વિષે ના મારા View આપવા ની કોશિશ કરૂ છુ પણ આ વખત ના દરેક ન્યૂઝ ઉપર નજર નાખવી જરૂર બને છે.
1.નોટો ચાલી ગઈ : રિઝર્વે બેંક ઓફ ઇન્ડિયા એ એના રિપોર્ટ મુજબ ડેમોનીટાઇઝેસન વખતે પાછિ ખે ચવા માં આવેલી 1000 ની નોટો પૈકી ની લગભગ 99% નોટો પછી આવી ગઈ છે. મતલબ કે હવે માત્ર એક જ ટકા નોટો બજાર માં રહી ગઈ છે. બહુ જ મોટી આશા સાથે લેવા માં આવેલા આ પગલાં ના નજીક ના ફાયદા આ સાથે જ પુરા થઇ જાય છે. એક ધારણા મુજબ સરકાર આ પગલાં થી લગભગ 3 લાખ કરોડ નો ફાયદો વિચારી રહી હતી. પણ જેમ ગત અંકમા કહું હતું એમ સાહેબ પાસેથી લોકો 14 લાખ કરોડ ના છુટ્ટા કરાવા માં સફળ થઇ ગયા છે. સરકાર હવે અને દુરોગામી ફાયદા જેમ કે કેશલેસ સોસાયટી ,ઓછો ભ્રસ્ટાચાર અને ડિજિટલ ઇન્ડિયા જેવા પ્રોજેક્ટ સાથે સાંકળી ને આ નિષ્ફળતા ને ઢાંકવા નો પ્રયાસ કરશે પરંતુ શિક્ષણ આપવા લાઈન માં ઉભા રાખવી ની શિક્ષા નો પ્રયોગ હમણાં તો નિષ્ફળ ગયો છે એમ કહી શકાય .
2. “સિક્કા ” ખોટા પડ્યા : કોઈ એક વ્યક્તિ વિશેસ માટે વાત કરવા માટે નું આ કોઈ માધ્યમ નથી પણ જયારે વાત દેશ ની સૌથી મોટી IT કંપની ની વાત હોય તો અને અવગણી ના શકાય। ખુબ આશા અને ઉમીદ સાથે થોડા વારસો પેહલા Infosys નું સુકાન બિલકુલ નવી અને નવયુવાન ટીમ ને સોંપવા માં આવ્યું .બે પેઢી વચ્ચે ની ખાઈ અને એનું અંતર tata ગ્રુપ પછી ઇન્ફોસિસ માં પણ અનુભવાયુ। પોતાની રીતે ચલાવેલી કંપની કોઈ અલગ રીતે ચલાવે એ ઇન્ફોસિસ ના સર્જકો ને મંજુર નહોતું . ઘણી બધી ખેંચતાણ પછી ફરી એક વાર જૂની ટીમ ના હાથ માં સુકાન આવી ગઈ। હજુ આપ ના દેશ ના કોર્પોરેટ્સ બહાર ની દુનિયા જેટલા પરિપક્વ નથી બીજા શબ્દો માં કહીયે તો આપ ને છોડી સકતા નથી.. સાચી વાત ને ?
3.નોર્થ કોરિયા અને અણુબોમ્બ : ગયા મહિને વારંવાર નોર્થ કોરિયા ના સમાચાર ફ્લેશ થતા રહ્યા . માર્કેટ ને યુદ્ધ નો ડ ર લાગે એ સ્વાભાવિક છે પરંતુ એક ની એક બીક જો વારંવાર બતાવ માં આવે તો પછી એનો કોઈ ભય રહેતો નથી. આમ જોવા જઇએ તો ભારત થી નોર્થ કોરિયા વચ્ચે નું અંતર 5064 KM છે. એટલે દૂર અણુ ધડાકા થાય તો પણ આપણે ડરવા ની ક્યાં જરૂર છે.?પરંતુ આ ફાસ્ટ દુનિયા માં દરેક સમાચાર મહત્વ ના બની જતા હોય છે. રાવણ,ઔરંગઝેબ,હિટલર કે પછિ સદ્દામ હુસૈન ના સુ હાલ થયા એ આપ ને સૌ જાણીયે છીએ. થોડો સમય આપી ને આ તાનાશાહ ને એની જ જનતા ઉખેડી નાખશે તે નિઃશંક વાત છે.
માર્કેટ 10000 ની માનો વૈજ્ઞાનિક સપાટી ઉપર સમય વિતાવી રહુ છે.બજાર ની આવનાર ની તેજી માટે આ બહુ જ મહત્વ નું છે. મજબૂત પાયો એ વિશાલ ઇમારત ની પેહલી જરૂર છે. નોટો ચાલે કે સિક્કા ખોટા પડે આપણે નહિ રોકાઈએ .