Uncategorized
ગાંધીજી અને ફાઇનાન્સ  ……

ગાંધીજી અને ફાઇનાન્સ ……

આજે બીજી ઓક્ટોબર છે .  આપણા વાહલા  અને પૂજ્ય બાપુ ની જન્મ જયંતી . આમ તો બાપુ  ઉપર લખવું એ મારા માટે અતિશયોક્તિ કહેવાય પણ એમના જીવન સંદેશ ની અમુક બાબતો ને ફાઇનાન્સ સાથે સાંકળવાનો પ્રયત્ન કરીએ .

  • આપણા વિચારો જ આપણને બનાવે છે. : વરસો પેહલા અંગ્રેજ જેવી મજબૂત સલ્તનત ની સામે પાડવા નો વિચાર કરવો એ પણ એક દુઃસ્વપ્ન સમાન બાબત હતી. મજબૂત સૈન્ય સામે એક લાકડી ના સહારે લડી પાડવા માટે મજબૂત મનોબળ ની જરૂર પડે. એ વખતે ગાંધી જી ને પણ ઘણા લોકો એ પાછા ખસી જવા ની સલાહ આપી જ હશે ને…એને જો વર્તમાન પરિસ્થિતી ની સાથે સરખાવીએ તો દિવસ માં કેટલા બધા નકારત્મક ખબરો નો મારો આપણી ઉપર ચલાવાવમાં આવે છે. વેશ્વિક મંદી ,ભારત નો ઘટતો વિકાસ,બેરોજગારી,મોંઘવારી અને ઘણું બધુ . જો આપણે  આ વિચાર ને લઇ ને બેસી રહીશુ તો કદાચ ક્યારેય પણ નવી દુનિયા તરફ આગળ નહિ વધી શકીએ .
  • ક્યારેય રોકાવું નહિ માત્ર આગળ વધવું  : ચંપારણ સત્યાગ્રહ,દાંડી યાત્રા,હિન્દ છોડો ચળવળ .ગાંધી જી સાથે જોડાયેલા આ પ્રમુખ આંદોલનો છે .આ બધા માં સફળતા મળી કે નિષ્ફળતા એ ચર્ચા નો વિષય  હોઈ શકે પરંતુ આ બધા નો અંત મને જોઈએ સંપૂર્ણ સ્વરાજ સાથે આવી ગયો. મુખ્ય લડત સાથે ક્યારેય સમાધાન નહિ ની સમજણ આ આંદોલન આપે છે.આપણા રોકાણ ની ચળવળ પણ કંઈક આવી જ તો છે.લાંબા સમય માટે કરવા માં આવતા રોકાણ માં આવતા ચઢાવ ઉતાર  કાયમી નથી, એને  વચગાળા  ની પરીસ્થીતી  માની ને માત્ર આગળ જ વધાય .નિયમિત રીતે કરતુ રોકાણ નિશ્ચિત પણે નાણાકીય સ્વતંત્રતા તરફ લઇ જાય  .
  •  ના પાડવા માટે પણ હિમ્મત જોઈએ : કહેવાય છે ના ને હંમેશા જીદ ના કહેવી .સંપૂર્ણ સ્વરાજ અને હિન્દ છોડો ની દહાડ પેહલા ગાંધીજી  ને ઘણી બધી વાર અલગ પ્રલોભનો થી રોકવા માં જરૂર આવ્યા  હશે. પરંતુ પોતડી પહેરેલા આ ગુજરાતી સપૂતે કહી દીધું કે હું કાગડા કુતરા ના મૉતે મરીશ  પણ આઝાદી પેહલા આશ્રમ માં પગ નહિ મુકું.તમને પણ નાણાકીય પ્રોડક્ટ ખરીદવા માટે કેટલાક લોકો પ્રેમ થી,બળજબરી થી,સંબંધ  થી હા પાડવા ની કોસીસ કરતા હશે ( મને ખબર છે આપ સમજી રહ્યા છો  હું શુ  કેહવા માંગુ છુ. ) હિમ્મત થી ના પાડો આપના અને આપ ના પરિવાર ના ભવિષ્ય નો સવાલ  છે.
  • .શારીરિક કરતા માનસિક મજબૂતાઈ જરૂરી છે : પાંચ ફૂટ ચાર ઇંચ ની ઊંચાઈ.નબળો બાંધો.પરંતુ મજબૂત ઈરાદા અને મક્કમતા પૂરતા હતા અંગ્રેજ સલ્તનત ને હરાવવા માટે.ઇન્વેસ્ટમેન્ટ માં પણ આવુજ તો છે. ક્યારેક આપની ફાઇનાન્શ્યલ પરિસ્થિતિ માં ચઢાવ ઉત્તર આવશે ,ક્યારેક અણધાર્યા ખર્ચ આવશે.કોઈક મેડીકલ  કે બજાર ની વિકટ પરિસ્થિતિ આપને વિચલિત કરી દેશે.પણ કહે છે ને કે જયારે રસ્તો વિકટ બને છે ત્યારે જ મજબૂત માણસો એનો આનંદ ઉઠાવી આગળ વધે  છે.
  • ગતિ કરતા ગુણવત્તા જરૂરી છે : પૂજ્ય બાપુ નું જીવન ચરિત્ર જોઈએ તો એક જ વાત ઊંડી ને આખે વળગે કે એમણે ક્યારેય પણ એમના સિદ્ધાંત સાથે સમાધાન નહોતું કરૂ.પોતા ના લક્ષ્ય સાથે પહોંચવા માં મંઝીલ સુધી ની સફર માણવી પણ જરૂરી જ છે ને. વારંવાર રસ્તો બદલવા થી લક્ષ્યપ્રાપ્તિ અસંભવ છે. Quality ઇન્વેસ્ટમેન્ટ કદાચ નજીક ના ભવિષ્ય માં વળતર ને રોકી શકે પણ કાયમ માટે તો કદાપિ જ નહિ. ક્યારેય પણ ઉતાવળ માં  વધુ અને ઝડપી વળતર ની આશા સાથે જોખમી અને બિનગુણવત્તા વાળા  ઇન્વેસ્ટમેન્ટ ને હંમેશા રોકીયે જ

Happy Birthday Bapu….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *