
પૈસો… .મને ગમે છે
પૈસો… .મને ગમે છે
તમે ઘણા બધા પૈસા બનાવી શકો છો અને હા તેને માણી પણ શકો છો પરંતુ એક શરત છે આપ જો પૈસા ના પ્રેમ માં પડશો તો શક્ય છે તમારે ઘણીં કુરબાની આપવી પડી શકે જેમ કે તમારી તબિયત અને હા થોડા સંબંધો પણ .
એટલે તો કહે છે કોઈ ને બરબાદ કરવો હોય તો એને પૈસા પાછળ ની આંધળી દોડ માં લગાવી દો .
મેં ક્યારેય પૈસા પાછળ દોડ નથી લગાવી. મને પૈસા ગમે છે પણ હું હંમેશા અને એક પડકાર ની જેમ જોવું છુ બિલકુલ એવી રીતે જાણે કે હિમાલય ને ચઢવાની શરત ના લગી હોય.જો જિંદગી એક પડકાર છે તો એ પડકાર ને ઝીલવા માટેનું માધ્યમ છે પૈસો અને એ જ કારણ છે સવારે એ મને પલંગ પર થી ઉછાળી ને ઉભો કરી દે છે.
પૈસો એક માધ્યમ છે અંત નથી એને કમાવાના કારણ છે . શુ તમે વધારે પૈસા થી ખુશ રહી શકો ? હા કેમ નહિ . પુરી અને મજા ની જિંદગી જીવવા માટે પૈસો માધ્યમ બની જ શકે જો પૈસો કમાવા નું સાચું કારણ આપ ની સામે હોય તો
મારુ કમાવા નું કારણ ?..કારણ ના પૂછો કારણ જ મને ગમે છે .