Uncategorized
બજેટ : જરા આ રીતે જુવો ને

બજેટ : જરા આ રીતે જુવો ને

મને ખબર છે આપ નું Whats App બોક્ષ બજેટ ના ભારે ભરખમ મેસેજ થી ભરાઈ ગયું હશે. આપણી  સામાન્ય માન્યતા મુજબ આપણે હંમેશા એમ જ વિચારીએ છીએ કે મને શુ મળશે? સહેજ નજર બદલીએ .

આવો  જોઈએ આ બજેટ ને એકદમ અલગ રીતે :

1. શિક્ષિત ભારત : કોઈ  પણ દેશ પ્રગતિશીલ ત્યારે જ છે  જો એ શિક્ષિત છે.એડયુકેશન ઉપર માત્ર શહેર કે અમીર  વર્ગ નો ઈજારો નથી. દુનિયા ના મહાન વિજ્ઞાની અને હોશિયાર લોકો ની  ઉપર નજર દોડવીસુ તો ખબર પડશે કે એ નાના ગામ કે મધ્યમ વર્ગ માં થી આવતા હોય છે. આ બજેટ માં નાણા  મંત્રી નું વાક્ય મને ગમી ગયુ કે ” નવા ભારત નો બાળક હવે કેડી ઉપર ચાલી ને સ્કૂલ નહિ જાય પણ પાકી સડક ગામડા  અને બાળક સુધી પહોંચશે “

2. મિશન અંતરીક્ષ  : ભારત એનો પેહલો અંતરીક્ષયાત્રી 2022 સુધી અંતરીક્ષમાં મોકલશે . ઊધ્વગામી વિચારધારા જ આપણ ને દુનિયા ના પ્રગતિશીલ દેશ  ની યાદી માં લાવશે .

3.ગ્રીન ઇન્ડિયા : 2030 સુધી પેટ્રોલ અને ઓઇલ ની ખપત આપણે  લગભગ અડધી કરી દઈશુ . આના થી આપણી વિદેશી પુંજી માં બહુ મોટી બચત થશે .ઇલેક્ટ્રિક વેહિકલ અને સૂર્ય ઉર્જા આપણા દેશ ને સુપર પાવર બનાવશે . બજેટ માં એનું પૂરતું આયોજન દેખાય છે .

4. TDS  : અત્યાર સુધી વાર્ષિક 10000 ઉપર TDS કપાતો હતો જે વધારી ને 40000 કરવા માં આવ્યો . આનાથી જે લોકો નો નિર્વાહ માત્ર વ્યાજ ની આવક  ઉપર છે તેમને ઘણા બધા પેપર વર્ક થી મુક્તિ મળશે .

5. ભ્રસ્ટાચાર મુક્ત ભારત : ભ્રસ્ટાચાર એ ઉધઈ નું કામ કરે છે દુનિયા માં આપ ની છબી ટેક્સ ચોર તરીકે ની છે .હવે પછી ના બે વર્ષ માં સરકાર સિસ્ટમ કરવા માંગે છે જેમાં આપ નું ઇનકમ ટેક્સ રીટર્ન ઓફિસરશાહી માં થી મુક્ત થશે. દુરોગામી પગલાં તરીકે આ ખુબ જ મહત્વ નો નિર્ણય છે લખી રાખો આનાથી ટેક્સ ચોરી માં બહુ મોટો ફેર પડશે .

આ ઉપરાંત ઘણા બધા મુદ્દા જેમ કે ચોખ્ખી નદીઓ,સારી પરિવહન વ્યવસ્થા,મજબૂત સૈન્ય,દરેક ને સ્વાસ્થ્ય જેવી વ્યવસ્થા,ગરીબ ખેડૂતો માટે વિશેષ પેકેજ  ઉપર પણ ધ્યાન અપાતું હોય એમ લાગે છે .

દરેક બજેટ ને માત્ર શેર  બજાર કે પોતાની ઈકોનોમી તરફ જોવા કરતા દેશ  ના સર્વાંગી વિકાસ નું વિચારીએ તો કેવું ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *