
સરકાર 2.0
“હું તો કહેતો જ હતો ” – એવું કહેનારા નો કાલે રાફડો નીકળ્યો.રાજનીતિ સમજવી,કરવી અને અનુભવવી ત્રણે અલગ બાબત છે. અને સાચું કહું તો એમાં થી કોઈ પણ એક નો મને સહેજ પણ અનુભવ નથી.
ફાઇનાન્સ ના ક્ષેત્ર માં કામ કરતા આ મારુ પાંચમુ ઇલેકશન છે પણ દરેક વખતે શેરબજાર નો ઉત્તર આ રાજનેતાઓ ના પ્રદર્શન પછી કંઈક અલગ જ રહે છે.પણ એમાં શુ કામ પડવું? આપણે તો ભવિષ્ય ની દરકાર કરવાની છે.ઇલેકશન પેહલા અને પછી એક જ પ્રશ્ન પુછાય છે કે હવે શુ થશે? ચાલો એનો જવાબ પણ મોદી સાહેબ પાસે થી જ લઈએ.
ગયા ઇલેકશન માં વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચે ના ઘમાસણ માં 3 નારા ખુબ ચાલ્યા . આ 3 સ્લોગન નો ઉપયોગ કરી ને હવે શુ થશે તે સમજીએ.
1. અબ કી બાર – 300 કે પાર :
મને લાગે છે કે બધા આ નારા ને સમજવા માં જ થાપ ખાઈ ગયા .ઘણા બધા એ આ સ્લોગન ને ઘમંડી સ્વભાવ નું પ્રતીક ગણાવ્યું તો કોઈ ના મતે
Result પેહલા જ Result કહેવું ઉતાવળું પગલું છે એ પણ જણાવ્યું . જો નારા ને સમજીયે તો એમાં 272 બેઠક કે જે બહુમત માટે જરૂરી આંકડો છે તેના થી માત્ર 28 બેઠક વધારે લાવવા નો દાવો હતો.
રોકાણ કરતા પેહલા શુ આપણે પણ આપણો ગોલ નક્કી ના કરી લેવો જોઈએ? મારા માટે પ્રમાણે આ પહેલું ઇલેકશન હતું જેમાં મોંઘવારી અને ભ્રસ્ટાચાર નો મુદ્દો ન હતો . સરકાર 2.0 માં પણ આપણે આ જ આશા રાખી શકીએ. હવે પછી ના 5 વર્ષ માં આ સરકાર મોંઘવારી ને ચોક્કસ કાબુ માં રાખશે . પેટ્રોલ, દાળ અને કાંદા ના ભાવ આસમાને પહોંચી જશે એની ચિંતા કદાચ હવે નથી. હવે પછી આપણુ ફોકસ મોંઘવારી ઉપરાંત 4 થી 5 ટકા વધારે રીટર્ન નું હોવુ જોઈએ .જો હું મોંઘવારી નો દર 5% ગણું તો આવતા 5 વર્ષ માં આપ નો પોર્ટફોલિયો 10% ના દરે વધે તો એને સારું રીટર્ન ગણવું જોઈએ. મોટા ભાગ ના અકસ્માત વધારે ઝડપ ના કારણે જ થતા હોય છે.
2. મોદી હે તો મુમકીન હે :
આ નારો પણ ખુબ ચાલ્યો.મને યાદ છે કે મારા પિતાજી ગવાસ્કર આઉટ થાય એટલે મેચ જોવા નું છોડી દેતા . મેં એ આદત ને સચિન સુધી પહોંચાડી અને જયારે તેંડુલકર આઉટ થાય એટલે TV બંધ કરી દેતો.પણ અત્યાર ની ટીમ અલગ છે.IPL ની મેચો પછી છેલ્લા બોલ સુધી કોઈ મેચ છોડતું નથી.
કેહવા નો મતલબ છે કે જો તમે વારંવાર તમારા ગમે પ્લાન થી ફરો છો તો પરિણામ વિપરીત આવી શકે. ઇલેકશન ના 1 વર્ષ પેહલા ઘણા બધા એ મેદાન છોડી દીધું અને હવે ફરી બજાર માં મોટા રીટર્ન ની અપેક્ષા રાખી રહ્યા છે. વળતર એનું જ છે જે ટકી શકે છે. જો આપ ને બજાર ના ઉત્તર ચઢાવ થી બીક લાગતો હોય તો મુમકીન છે કે આપ ખોટા રોકાણ માં છો.
3. આયેગા તો મોદી હી :
મીડિયા એ આ નારા ને પણ બહુ હવા આપી. મારી તો શીખ આ નારા માં થી આટલી જ રહી કે જો હું જીતવા માટે રમી રહ્યો છું તો હું જીતીશ એ કેહવા માં વાંધો શુ છે?
જો મારા ગોલ Goal લાંબા સમય ના છે, મેં એને ACHIEVE કરવા બરાબર Products માં રોકાણ કર્યું છે તો એ જરૂર થી પ્રાપ્ત થશે.
જો આપ સરકાર 1.0 ની તક ચુકી ગય છો તો આપ ની સામે એક સુંદર તક હજુ પણ ઉભી છે. જો આપ ની અપેક્ષા બરાબર હશે,આપનું એસેટ અલ્લોકેશન બરાબર હશે તો કદાચ સરકાર 3.0 વખતે હવે શુ નો પ્રશ્ન નહિ રહે .
ઉપર ની તસ્વીર પણ પ્રતીકાત્મક જ છે ને. ભલે આપ સરકાર કે રાજા હોવ જીવન નો અદભુત આનંદ તો હિમાલય ની ગુફા માં જ છે.