Uncategorized
શું રિઝલ્ટ આવ્યુ?…

શું રિઝલ્ટ આવ્યુ?…

પરિણામ ની મોસમ પુર બહાર માં ખીલી છે. અખા વરસના મહેનત ની અસર પરિણામ ઉપર દેખાય છે. સ્વજન અને મિત્રો ના બાળકો એ આ વરસે કમાલ કરી છે. એક એક માર્ક માટે લડતા આ બાળ સૈનીકો ને સલામ. તમારી આ જ જીન્દાદીલી તમને જીવન માં આગળ વધારશે .ખુબ સુભ્કામનાઓ અને અભી નંદન. લગે રહો…

બાળકો એ એમનું કામ કરી દીધું છે. એક જવાબદાર વાલી તરીકે હવે આપણી ફરજ છે કે એમના ભણતર માં ક્યારેય પણ પૈસા ણી અડચણ ના આવે.ચાલો આજે Child Education Planning પર જ વાત કરીએ. મારો અનુભવ છે કે મોટા ભાગ ના Parents એવુ વિચારે છે કે હજુ એમનો બાળક બહુ જ નાનો છે. અચાનક જ જયારે એ Higher Education ની નજીક પહોચે છે તે આવું અનુભવે છે કે planning માં કૈક ખામી રહી ગઈ.આવું ના બને એના માટે થોડા મુદ્દા યાદ રાખીએ.

બાળક ની શક્તિ ને પેહલા થી ઓળખો : દરેક બાળક એ કુદરત ની વિષેસ દેન છે. એના માં અપાર શક્તિ રહેલી છે. દરેક ની ધગસ ,ઈચ્છા અને આવડત અલગ છે. ખલીલ જીબ્રાન કહે છે ” તમે તમારી કલ્પનાઓ બાળક ઉપર ના લાદો”.જયારે બાળક ૮ થી ૧૦ વર્ષ ની વય ના  હોય ત્યારે જ એના ભવિષ્ય ના સ્વપ્ના વિષે સમજો અને નક્કી કરો કે એ સ્વપ્ન પુરા કરવા કેવું આયોજન કરવું પડશે. જેમ કે અમુક બાળકો ભણવા માં ખુબ જ હોશિયાર હોય અને doctor કે engineer બનવા માંગતા હોય તો અનુ આયોજન અત્યાર ના fee માળખા ને ધ્યાન માં રાખવા સાથે આવનારા વરસો માં મોઘવારી ની અસર પણ ધ્યાન માં રાખીએ.જયારે કોઈ બાળક ખેલકૂદ,ચિત્રકામ,સંગીત જેવી પ્રવૃત્તિ માં આગળ વધવા માંગતા હોય એની ઉપર અત્યારે ખર્ચ કરીએ. અત્યારે એની આવડત વધારવા માટે સારા સાધન અને coach ની વ્યવસ્થા કરીએ. ધ્યાન રાખીએ બાળક આપની કોઈ અપેક્ષા ના ભાર હેઠળ દબાઈ ના જાય. આ ક્ષેત્રે એવા છે કે જેમાં કદાચ બધા ને સફળતા ના મળે.વૈકલ્પિક પ્લાન તૈયાર રાખીએ બાળક ને કહ્યા વગર…..

નાણાકીય આયોજન : બજાર માં આજ કાલ ઘણી બધી વેબસાઈટ અને calculator નીકળ્યા છે. જે ચપટી માં તમને આયોજન કરી દે છે. જરા થોભો અને વિચારો. એ એટલું સરળ નથી. ઘણા agent મિત્રો કેટલાક તૈયાર પ્લાન સાથે પણ આપને મળતા હશે.આપ ના પ્લાન ને flexible રાખો.જેમ કે ૧૧-૧૨ માં tution પાછળ કેટલો ખર્ચ થશે એ બાળક ૫ વરસ નું હોય ત્યાર થી કઈ રીતે નક્કી કરી શકાય?..દર વરસે તમારા આયોજન નું review કરો. જરૂર મુજબ એમાં સુધારા વધારા કરો.બાળક ને પણ ના બાધો અને તમે પણ ના બંધાવો.લાંબી સફર છે જિંદગી.

થોડી વાત market વિષે..ઘણા બધા મિત્રો જાણવા માંગે છે કે બજાર માં હવે પછી શું થશે. દુનિયા નો સૌથી વિકટ પ્રશ્ન છે.અને મારા મત મુજબ એનો જવાબ શોધવા ની માથાકૂટ માં પાડવા જેવું નથી.બજાર માં હમેશા કોઈક  ખરીદે છે તો જ કોઈક વેચે છે.જેમ ગયા મહીને કહું હતું એમ અખા મહિના ના વિરામ પછી વરસાદ ના સમાચાર ની સાથે જ બજારે દોડવાનું ચાલુ કરી દીધું. GST અને ગયા ત્રિમાસીક પરિણામ પણ ઉત્સાહજનક છે. SIP ના રસ્તે ચાલનાર ને બજાર જોવા ની કોઈ જરૂર નથી. અભી ઓર અચ્છે દિન આને વાલે હૈ..

આપ ના સાથ અને સહકાર થી અમે ૪ વર્ષ આ મહીને પુરા કરીશું. સાચું કહું તો આ સફર ખુબ જ મજા ની રહી.તમારો શોખ એ જ જો તમારો વ્યવસાય હોય એના થી વધારે મોટી ઈશ્વર કૃપા શું હોઈ સકે. આ તબ્બકે મારી સાથે રહેલા તમામ નો હું જો અભાર ના માનું તો એ ફરજ્ચૂક ગણાય.આશા છે અમે પણ આપ ની પરીક્ષા માં જરૂર પાસ થયા હઈશું. ૧૦ માં થી કેટલા માર્ક્સ આપશો?..મારો પુત્ર મને પૂછે છે ” Daddy,શું રિઝલ્ટ આવ્યુ?…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *