Uncategorized
ફાઇનાન્શ્યલ એડવાઇઝર ….. કોને કહેશો

ફાઇનાન્શ્યલ એડવાઇઝર ….. કોને કહેશો

 મારા પિતાજી શેર  નું બહુ ધ્યાન રાખતા,અમારી પાસે 1990 થી ફલાણી  કંપની ના શે ર છે “

” અમે કોઈ જોખમ લેવા તૈયાર નથી,અમે માત્ર FD  જ કરીએ “

” જો ભાઈ,ઇન્વેસ્ટમેન્ટ બે જ જગ્યાએ કરાય,ક્યાં જમીન માં અથવા સોના માં”

” આપણો  પૈસો છે, આપણ ને વધારે ખબર પડે.બીજા કોઈ ને શુ  કેહવા નું?” 

ઉપર ના વાક્યો મારી પ્રેકટીસ માં મેં વારંવાર સાંભળ્યા છે અને મને કેહવા દો  કે એમાં ના કોઈ સહેજ પણ ખોટા નથી . મસમોટી જાહેરાત આપીને અને ખોટા રીટર્ન ની લાલચ આપી ને વેંચતા ફાઇનાન્શ્યલ પ્રોડકટ્સ થી બધા કંટાળી ગયા છે. તો પ્રશ્ન એ થાય કે ફાઇનાન્શ્યલ એડવાઇઝર ને સાથે રાખવા થી શુ  ફાયદો? …એના થી પણ મોટો પ્રશ્ન એ કે ફાઇનાન્શ્યલ એડવાઇઝર કોને કહીશુ?

એક સારો એડવાઇઝર મુખ્યત્વે 3 ભૂમિકા ભજવે છે. 

1. કોચ 

2. ગાઈડ 

3. મિત્ર 

– નેતૃત્વ : આપના ફાઇનાન્સ ના કૅપ્ટન તમે છો  પણ એડવાઇઝર આપ ને લીડ કરશે . સારો કોચ જેમ સારા ખેલાડી શોધવામાં અને ટીમ નું સિલેકશન કરવા માં મદદ કરે તેમ જ સારો એડવાઇઝર આપ ને સારા ફાઇનાન્શ્યલ પ્રોડક્ટ શોધી ને આપશે. કોચ ક્યારેય ખેલાડી કૅપ્ટન ઉપર ઠોકી ના બેસાડે એમ જો કોઈ એડવાઇઝર વારંવાર આપ ને પ્રોડક્ટ બતાવે તો સમજવું કે એ સારો કોચ નથી  . કોણ યાદ આવ્યું ? … ગેરી ક્રિસ્ટન કે ગ્રેગ ચેપલ  …એક કોચ જીતાડી શકે અને એક કોચ હરાવી પણ શકે. 

–  નોલેજ : એડવાઇઝર તેના વિષય  નો નિષ્ણાત જ હોઈ શકે સવાર સાંજ વિષય  ની બારીકાઇ ઉપર એનો અભ્યાસ અને હાર જીત નું વિશ્લેસણ સતત કરતો રેહવો જોઈએ. ટીમ માં કોઈ ખામી લાગે તો તરત જ દૂર કરી દે અને વિરોધી ઉપર પણ બાજ નજર રાખે તે એડવાઇઝર. ફાઇનાન્સ ઉપર જબરજસ્ત પકડ,બજાર ના ચઢાવ ઉત્તર ની સમજ અને સાચી નિર્ણયશક્તિ એ સારા ફાઇનાન્શ્યલ એડવાઇઝર ની ખૂબી છે .

– મોટીવેશનલ : એડવાઇઝર એટલે પ્રેરણા નું ઝરણું જે ક્યારેય ના સુકાય. સતત તમારી દરેક ફાઇનાન્સીલ સ્તિથી માં સાથે રહી ને તમને મજબૂત રાખે તે એડવાઇઝર. ઉત્તર ચઢાવ એ જિંદગી નો નિયમ છે ટીમ ની હાર જીત માં ટીમ ની સાથે રહી ને સતત જીત તરફ અગ્રેસર રાખે. મારુ માનવું છે કે બજાર માં જયારે મંદી આવે કે કોઈ ક્લાઈન્ટ ની  ફાઇનાન્શ્યલ સ્તિથી માં અચાનક બદલાવ આવે ત્યારે એને એડવાઇઝર ની   સૌથી વધારે જરૂર રહે છે .

– ઓળખશક્તિ : દરેક વ્યક્તિ ની આગવી વિશેષતા  અને મર્યાદા હોય છે. સલાહકારમાં  એ ને ઓળખી લેવાની  તાકાત હોવી જોઈએ. જો આપ ની જરુરિરયાત એ સમજી ના શકે તો શક્ય છે કે એ કદાચ ખોટી સલાહ આપી દે સામાન્ય રીતે 3 થી 6 મહિના એકબીજા ની પ્રોફાઈલ  સમજવા માં લાગતા હોય છે જયારે પણ  નાણાંકીય સલાહકાર ની નિમણુંક કરો થોડોક સમય એકબીજા ને સમજવા માં આપો .

– સાતત્ય  : સલાહ હંમેશા સાતત્યપૂર્ણ હોવી જોઈએ. વારંવાર સોલ્યૂશન બદલતા એડવાઇઝર જાણે અજાણે આપનું મોટું નુકસાન કરી દેતા હોય છે. વારંવાર ફાઇનાન્શ્યલ પ્લાન માં કરાતા બદલાવ આપ ની ફાઇનાન્શ્યલ હેલ્થ માટે નુકસાનકારક છે એક પ્લાન બનવો અને અને વળગી રહો. 

– કૉમ્યૂનિકેશન : સાચો એડવાઇઝર સતત આપના  સંપર્ક  માં રહેશે અને આપ ને સાચી જ માહિતી પહોંચાડ્યા કરશે. ઈન્ટરનેટ ના યુગ માં જયારે માહિતી નો રાફડો ફાટ્યો છે ત્યારે સાચી માહિતી આપ સુધી પહોંચાડવા નું કામ એડવાઇઝરનું છે. ઘણી વાર બિનજરૂરી માહિતી નો ઢગલો પણ ફાઇનાન્સ ના વિષય  ને કંટાળજનક બનાવી દેતો હોય છે .

બસ, તો પછી કોઈ ને કોચ,મિત્ર કે ગાઈડ બનાવા કે નહિ તેનો નિર્ણય લેવાની જવાબદારી આપ ની છે ..All the best …….   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *