
નિવૃત્તિ ની પળો :ગમતા નો કરીએ ગુલાલ
નિવૃત્તિ ની પળો :ગમતા નો કરીએ ગુલાલ
વર્ષો સુધી એક જ કામ કરી ને માણસ થાકે ત્યારે તે નિવૃત્તિ તરફ જવાનું વિચારે. Retirement બે પ્રકાર ના હોય છે.
1. વય મર્યાદા ને કારણે નિવૃત્તિ
2. શારીરિક મર્યાદા ને કારણે નિવૃત્તિ
નવી વેશ્વિક વ્યાખ્યા મુજબ ક્યારેય નિવૃત નથી થવાનું. પ્રવૃત્તિ માં જ નિવૃત્તિ શોધી લે એ જ ખરું જીવન. આપ ને મનગમતું કામ આપ નાણાકીય આશા વગર કરો એ જ ખરી નિવૃત્તિ.
નિવૃત થતા પેહલા માનસિક અને ફાઇનાન્શ્યલ રીતે તૈયાર થવું ખુબ જરૂરી છે. ઉતાવળ માં લીધેલા નિવૃત્તિ ના નિર્ણય ક્યારેક બૂમરેંગ થતા હોય છે. બહુ વેહલા નિવૃત થતા ઘણા લોકો ને પ્રવૃત્તિ ની તલાસ કરતા મે જોયા છે.
1. Salary : ઘણા લોકો Retire થયા પછી પણ પોતા ની છેલ્લી Salary કે આવક ભૂલી શકતા નથી.એમની જીદ હોય છે કે ગમે એમ કરી ને મારા છેલ્લા પગાર જેટલી આવક થવી જ જોઈએ એ લેવા માટે એ Retire થયા પછી પોતાના મોભા થી નીચેનું કામ સ્વીકારી લે છે અને માનસિક રીતે હેરાન થાય છે. યાદ રાખીયે કે ઘણા વર્ષોં ને મેહનત પછી આપ
Retire થઇ રહ્યા છો.જરૂરી નથી કે આપ ની અવાક એટલી જ ચાલુ રહે.
2. Time : Retire થયા પછી સમય ક્યાં વીતાવીશુ એવું વિચારવાનું ઘણા શરુ કરતા હોય છે. ખરેખર આ Retire થતા પેહલા વિચારવા નો વિષય છે. Retire થતા પેહલા જ થોડા થોડા આપ ની મનગમતી પ્રવૃત્તિ માં જોડાઈ જાવ કે જેથી આપ નું એક Circle બની જાય. આ પ્રવૃત્તિ કોઈ સામાજિક કામ,શૈક્ષણિક સહાય કે ધાર્મિક પ્રવાસ હોઈ શકે. આપ ની એમાં રુચિ હોવી ખુબ જ જરૂરી છે કોઈ પ્રવૃત્તિ માં માત્ર Retire હોવા ને લીધે ના જોડાવ.આપ ની હાજરી ક્યાંક બીજા માટે અથવા આપ ના માટે એ પ્રવૃત્તિ બોજારૂપ બની શકે
3. ફાઇનાન્શ્યલ પ્લાન : આપનો ફાઇનાન્શ્યલ પ્લાન Retire થતા પેહલા જ તૈયાર કરી લો. જો આપ સરકારી કે ખાનગી જોબ કરતા હોય અને પેન્શન ના હકદાર હોવ તો આપ ની પાસે આટલી મૂડી હોવી જોઈએ કે જેનું વાર્ષિક વ્યાજ આપ ના છેલ્લા પગાર ના 50% જેટલું થઇ જાય. માની લો કે આપ નો પગાર માસિક 1 Lac છે તો આપ ની માસિક વ્યાજ ની અવાક 50 હાજર હોવી જ જોઈએ. એના આયોજન માટે કુશળ ફાઇનાન્શ્યલ પ્લાનર ની ચોક્કસ સલાહ લો. જો આપ Business માં થી નિવૃત્તિ તરફ આગળ વધો છો તો આપ ની આવક ના 75% વ્યાજ ની આવક થાય તેવું આયોજન કરવું જરૂરી છે.
4. Sharing : વિશ્વ સમ્રાટ સિકંદરે કહું હતું કે મારા બંને હાથ ખુલ્લા રાખજો કે જેથી બધા સમજી શકે કે કશું સાથે આવવાનું નથી .કેટલું કમાયા એ જરૂરી નથી કેવું કમાયા એ જરૂરી છે. જીવનકાળ દરમ્યાન એકઠી કરેલી સંપત્તિ સારી રીતે વેહ્ચાય તે પણ એક ફાઇનાન્શ્યલ પ્લાન નો ભાગ છે આપ ની સ્થાવર અને જંગમ મિલકત આપ ની ઈચ્છા મુજબ આવી રીતે વહેચો કે પાછળ થી એના વિષે કોઈ વાદ વિવાદ ની તક જ ના રહે. ઘણી વખતે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ નોમિની વગર નું હોય છે જે પાછું મેળવવા માટે ખુબ જ કાયદાકીય ગુચ ઉભી થતી હોય છે.
યાદ રહે બધી સંપત્તિ ઉપર માત્ર આપ નો હક નથી એની ઉપર સમાજ નો પણ હક છે કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ કેહતા તેમ ” ગમતું મળે તો ગુંજે ના ભરીયે ને ગમતા નો કરીયે ગુલાલ ”
તો તૈયાર છો ને ગુલાલ ઉડાડવા માટે.. .શુ કહો છો ? હું નિવૃત છુ ?…હા બિલકુલ પ્રવૃત્ત નિવૃત્ત