
કોરોના ……હવે શુ કરીશુ?
માસ્ક પહેરવાનું,સોશ્યલ ડિસ્ટન્સ રાખવાનું અને વારંવાર હાથ ધોવાના …ચિંતા ના કરશો ,હું બિલકુલ સ્વસ્થ છુ. પણ તમારી જેમ આ વિનંતી વારંવાર વાંચી ને હવે એમ જ બોલાઈ જાય છે. આપણે તો કોરોના પછી ઇન્વેસ્ટમનેટ માં શુ કરીશુ એની જ વાત કરીશુ .થોડાક પ્રશ્ન જે મેં છેલ્લા કેટલાક દિવસ માં પુછાયા અને આ રહ્યા મારા જવાબ :
આ કોરોના ક્યારે જશે એવું લાગે છે? લોક ડાઉંન ક્યારે પતશે ?
આ બંને પ્રશ્ન નો જવાબ આપવો એ કોઈ ના પણ હાથ માં નથી.જેમ ડિમોનિટાઇઝેશન જ્વલ્લે જ બનતી ઘટના છે તેમ આ મહામારી અને એના લીધે ઉભા થયેલા સંજોગો અભૂતપૂર્વ છે. સરકાર,મેડિકલ એક્સપર્ટ અને પોલીસે પણ ક્યારેય આવી પરિસ્થિતિ નો સામનો કર્યો નથી. અજ્ઞાત શત્રુ સામેની લડાઈ ના સમજાય તેવી છે.પણ ચાણક્ય કહે છે તેમ – ” જો શત્રુ અજ્ઞાત હોય તો તેની સામે થવા કરતા તેનાથી ભાગવું એ જ શ્રેષ્ઠ ઉપાય ” .પણ આવા સંજોગો માં મીડિયા ને જેમ ડર્યા કે ડરાવ્યા કરતા તેનો હિમ્મત અને સાવધાનીથી સામનો કરીએ તો કેવું?
બજાર અને ઇન્વેસ્ટમેન્ટ નું શુ થશે?
હું હંમેશા માનતો અને કેહતો આવ્યો છુ કે જે માર્કેટ ના ભવિષ્ય કે લેવલ વિષે વાત કરે છે એ ક્યાં મૂર્ખ છે ક્યાં એના કોઈ બીજા લક્ષ છે .હું હંમેશા બે શબ્દ નો ઉપયોગ વારંવાર કરું છું . Risk Profile અને Asset Allocation .
Risk Profile : દરેક વ્યક્તિ ની જોખમ લેવા ની ક્ષમતા અલગ અલગ હોય છે . પોતાની ક્ષમતા કરતા વધારે જોખમ લેનાર ઇન્વેસ્ટર હંમેશા ફસાય છે.અને સાદી ભાષા માં સમજાવું તો ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી જો વારંવાર જોવાનું મન થાય,બીક લાગે અથવા જો રાત ની ઊંઘ તકલીફ માં આવે તો સમજવું કે આપણા થી કોઈ ભૂલ થઇ ગઈ છે. એવું ક્યારેય પણ લાગે તો એક પળ નો પણ વિલંબ કર્યા વગર બધું જ ઇન્વેસ્ટમેન્ટ કાઢી ને તરત જ બેંક ના સેવિંગ્સ એકાઉન્ટ માં મૂકી દેવુ .આનો ક્યાંય પણ મતલબ એવો નથી કે ઇન્વેસ્ટમેન્ટ નું ધ્યાન ના રાખવું.જાળવણી અને ડર એ બંને અલગ છે .
Asset Allocation : છેલ્લા બે વર્ષ થી હું કેહતો આવ્યો છું કે બજાર એના ભાવ કરતા મોંઘુ છે .ઘણા ઇન્વેસ્ટર અમને બહુ જ conservative પણ કહે છ. મારુ સ્પષ્ટપણે માનવું છે કે અમારું કામ યોગ્ય સલાહ આપવાનું છે નહિ કે પ્રોડક્ટ ને વેચવાનું.અમે શિસ્તતાપુર્વક નીચેના સિદ્ધાંતો ને વળગી રહ્યા છીએ .
1. જો આપ ના ગોલ લાંબા સમય ના છે અને આપ જોખમ ને સમજો છો તો SIP દ્વારા મિડકેપ કે multicap માં ઈન્વેસ્ટ કરો .શક્ય છે નજીક ના ભવિષ્ય માં એ નેગેટિવ રીટર્ન પણ આપે.
2. જો આપ એકસાથે રોકાણ કરો છો તો હંમેશા બજાર ના વેલ્યૂએશન ને ધ્યાન માં રાખીને Large Cap માં જ ઈન્વેસ્ટ કરો.
3. જો આપ બજાર ના જોખમ થી ગભરાવો છો અથવા આપના ગોલ નજીક માં છે તો માત્ર Balance Fund થી જ ઈન્વેસ્ટ કરો.
આ શિસ્ત નું પાલન કરીશુ તો ક્યારેય બજાર ના ઉતાર ચઢાવ આપણને વિચલિત નહિ કરી શકે.
તમારા ઇન્વેસ્ટમેન્ટ નું શુ ? તમારું રોકાણ અત્યારે ક્યાં છે?
મારા દરેક ઇન્વેસ્ટર ના આ પ્રશ્ન પૂછવા નો અધિકાર છે એટલે સુધી કે આપ આવી ને મારો પોર્ટફોલિયો પણ ચેક કરી શકો છો .મારી Risk Profile પ્રમાણે મારુ બધું જ ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટી અને Mutual ફંડ માં જ છે.મારી બઘી જ SIP ચાલુ છે અને Lockdown ખુલવા ની સાથે જ હું SIP વધારી દઇશ.આવું કરવા નું કારણ એ છે કે હું એક સાદા ગ્રાફ ને ફોલો કરું છે જે બતાવે છે કે અત્યારે Market માં કેટલું અને કઈ રીતે રોકાણ કરવું .(આર્ટિકલ ના અંત માં આપ ના માટે આ ગ્રાફ શેર કરેલ છે.)
મારુ બધું રોકાણ નીચે ના ગોલ આધારિત છે.
1. Child Education : આ ગોલ હજુ લગભગ 6 વર્ષ દૂર છે .તેના પછી પણ કદાચ મને એક સાથે કરતા વાર્ષિક જરૂરિયાત રહેશે તેવું લાગે છે.આ ગોલ નું સંપૂર્ણ ઇન્વેસ્ટમેન્ટ મિડકેપ ફંડ થી છે.
2. Retirement Planning : મારા માટે સંપૂર્ણ retirement શક્ય જ નથી .પરંતુ મારુ પ્લાંનિંગ એવું છે કે એક ચોક્કસ રકમ મને દર મહિને આજ થી 15 વર્ષ પછી મળ્યા કરે( એમાં એક સ્પષ્ટતા કરીશ કે : વાત માં દમ છે કારણ કે મારી જરૂરિયાત કમ છે)
આ બે સિવાય ના મારા બધા ગોલ મરજિયાત છે થયા તો પણ ભલે ના થયા તો પણ ભલે. હું સમજી શકું છે કે દરેક ના લક્ષ્ય અલગ હોઈ શકે અને ઇન્વેસ્ટમેન્ટ પણ એ રીતે જ કરવું.
કોરોના ના બોધપાઠ :
1. હંમેશા 3 થી 6 મહિના ના ખર્ચ ની રકમ Liquid Fund માં રાખવી.
2. પૂરતો મેડિકલ ઇન્સ્યોરન્સ રાખવો.
3 Life Insurance પ્રીમિયમ નિયમિત ભરવા .બને તો ECS જ કરાવી દેવા.
4 Net banking અને Mobile Banking નો વધુ ઉપયોગ કરવો.
5 ખર્ચ નિયંત્રણ એ હંમેશા રામબાણ છે.
6 હેલ્થ અને વેલ્થ માં પ્રાથમિકતા હેલ્થ ને જ આપવી.
મિત્રો, અમારી બધી જ સર્વિસીસ online છે .આખું શ્રેય ફેમિલી આપ ની સેવા માં હાજર જ છે .
જલ્દી મળીએ ..ચા પીવા માટે જ સ્તો …..