Financial Planning
આજે જ ખરીદો ..આ પાંચ Stocks…

આજે જ ખરીદો ..આ પાંચ Stocks…

મને ખબર છે આપ ને આશ્ચર્ય થયુ જ હશે કે મારા તરફ થી આવી Headline ક્યાં થી આવી?.સામાન્ય રીતે અમે ક્યારેય પણ કોઈ સ્ટોક ખરીદવાની ભલામણ કે ઉતાવળ  કરતા નથી. અમને લાગે છે કે બજારમાં આવી જાહેરાત કરનારનો તોટો નથી અને આ ભીડ માં અમારે તો નથી જ ભળવું.

જયારે પણ સ્ટોક માર્કેટ વધે ત્યારે આવા લોકોની સંખ્યા વધી જ જાય તે સ્વાભાવિક છે.યાદ રહે કે આ આપની મહેનત ની કમાણી છે, એને  આ રીતે ના જ વેડફાય .

સામાન્ય રીતે મૂર્ખ અને એના પૈસા ની આગળ પાછળ આવા ધુતારાઓની લાઈન લાગી જતી હોય છે.

રિચાર્ડ ફેઈનમેન એવું કહે છે કે – “The first principle is that you must not fool yourself — and you are the easiest person to fool.”” 

આવી જ રીતે બેન ગ્રેહામ પણ કહે છે કે hope everyday to do “something foolish, something creative, and something generous.”

.પણ એમાં હું ઉમેરીશ  કે પૈસામાં મૂર્ખ ના બનીએ .

નવા વિત્ત  વર્ષ  માં માત્ર 5 Stock થી લાખો અને કરોડપતિ બનાવનાર  થી બચીએ.યાદ રહે બુદ્ધિશાળી માણસ ક્યારેય પોતાનું કૌશલ્ય એમ જ નહીં  આપી દે.

આપ સૌ ને Happy April Fool Day!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *