
IPO નો મેળો લાગ્યો …..
આમ તો તહેવારની મોસમ આવવામાં જ છે પણ રોજબરોજ નવી ઉંચાઈ સર કરતા શેરબજારમાં અત્યારે IPO નો મેળો લાગ્યો છે.રોજ 1-2 નવી કંપની એના IPO ઓફર સાથે તૈયાર જ હોય છે.દરેક ઇન્વેસ્ટર પણ IPO માં પૈસા લગાવવાં તૈયાર છે.”હું રહી જઈશ તો ” – એવી લાગણી સાથે રોજ નવા DEMAT એકાઉન્ટ ખુલી રહ્યા છે અને દિવાળી સુધી તો IPO ની મોટી લાઈન જ લાગશે.
મારી દ્રષ્ટિએ શેર બજારના રોકાણકારો કઈંક વધારે જ ભાવુક હોય છે.એમની ખુશી અને ગમ તરત જ છલકાઈ જાય છે. ” મને પણ IPO માં શેર લાગ્યા ” એની સૉશ્યલ શાબાસી થી ચુકી ના જવાય એ માટે બધા જ એકાઉન્ટમાં થી એપ્લિકેશન કરવા ની હોડ લાગી છે.મારા 20 વર્ષના માર્કેટના અનુભવમાં મેં હજુ સુધી Infosys ,TCS , HDFC Bank કે Sun Pharma ના IPO થી ઈન્વેસ્ટ કરેલા ઇન્વેસ્ટર જોયા નથી પણ Suzlon,RPower અને DLF ના IPO માં ઈન્વેસ્ટ કરેલા ઘણા ઇન્વેસ્ટર જોયા છે .
શુ છે આ IPO ?..સહેજ સમજીએ …
IPO નો ઇતિહાસ લગભગ 200 વર્ષ જૂનો છે .(બિલકુલ નવાઈ ની વાત ને !!!!)..અમેરિકા માં 1825માં IPO ની લાઈન લાગી હતી.લગભગ દરેક કંપનીને IPO લાવી પૈસા કમાવી લેવા હતા.એ વખતે પૈસાદાર લોકો બાહુબલી પહેલવાનોને IPO માં એપ્લાય કરવા આગળની હરોળ માં ઉભા કરી દેતા જેથી એમને પેહલા Allotment મળી જાય. ધક્કામુક્કી માં પોતાની જાન ગુમાવી હોય તેવા કિસ્સા પણ અમેરિકન સ્ટોક એક્સચેન્જ ના ઇતિહાસમાં લખાયા છે.
બેન્જામિન ગ્રેહામ એની વિખ્યાત બુક ” Intelligent Investor ” માં નોંધે છે કે લગભગ દરેક ઇન્વેસ્ટર IPO માં પોતાના પૈસા ગુમાવે છે પણ નવાઈની વાત એ છે કે પછીના દર 2 વર્ષના ગાળામાં એ આ અકસ્માત ભૂલી જાય છે.
એમના શબ્દોમાં IPO એટલે…
- It’s Probably Overpriced
- Imaginary Profits Only
- Insiders’ Private Opportunity
IPO થી કેમ દૂર રેહવું ….
કોર્પોરેટ જગતમાં એક જૂની કેહવત છે કે પૈસા ત્યારે મેળવી લેવા જયારે એ સસ્તા મળતા હોય નહીં કે જયારે એની જરૂર હોય.આપ જોતા હશો કે જયારે પણ શેર બજાર ઊંચાઈ પર હશે ત્યારે જ IPO આવતા હોય છે. કમનસીબે જયારે બધા IPO નો સરવાળો કરીએ તો નાનો ઇન્વેસ્ટર હંમેશા ખોટમાં જ રહેતો હોય છે.માનું છે કે ઘણા IPO સારા હોય છે પણ તેમાં પણ મોટા ભાગના ઇન્વેસ્ટર ખોવાની બાજુ વધારે હોય છે.સ્ટોક માર્કેટ રેગ્યુલેટેર હંમેશા ઇન્વેસ્ટમેન્ટ કરતા પેહલા ઓફર ડોક્યુમેન્ટ્સ વાંચવાની સલાહ આપે છે પરંતુ 200 થી લઇ 500 પેજ વાંચવા કેટલા ઇન્વેસ્ટર તૈયાર છે?
IPO થી અલગ રહેવાનું મારા માટેનું સૌથી પહેલું કારણ એ છે કે મોટા ભાગની કંપની એના ભાવ કરતા વધારે ભાવથી લિસ્ટ થવા માંગે છે .જયારે પણ કોઈ કંપની પબ્લિક થાય છે એ પેહલા 3 થી 4 રાઉન્ડ Private ઇન્વેસ્ટમેન્ટ ના પતી જતા હોય છે.દરેક રાઉન્ડ માં કંપની નું વેલ્યૂએશન ઉંચકાય એ સ્વાભાવિક છે.મોટા ભાગે આ ખેલ સસ્તા ભાવે ઇક્વિટી આપવા કરતા પોતાનો હિસ્સો કોઈક બીજાને ઊંચા ભાવે પહેરાવી દેવાનો છે.ઇન્વેસ્ટમેન્ટ બેન્કર નું Incentive ઊંચો ભાવ ફિક્સ કરી એને સામાન્ય માણસ ના મગજ માં IPO સસ્તો છે એ ઠસાવવાનું છે.
બીજું કારણ સમજીએ તો ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અને પ્રમોટર નું કામ પોતાની કંપની ને ઊંચા થી ઊંચા ભાવે વેચવાનું છે.દરેક કંપની માટે IPO એ જીવનમાં એક વાર આવતી તક હોય છે ,એને એ નીચા ભાવે છોડવાની ભૂલ ક્યારેય નહિ કરે.” લિસ્ટિંગ ગેઇન”,”શાનદાર ભવિષ્ય” અને “લોન્ગ ટર્મ સ્ટોરી ” જેવા ફેન્સી શબ્દોથી આપ ભરમાશો એ નક્કી છે.
ખેર પણ અત્યારે તો મેળો લાગ્યો છે.ઢોલ નગારાના અવાજમાં મારો અવાજ દબાઈ જાય એ સ્વાભાવિક છે પણ આ IPOના મેળામાં ભાગ લેવો કે નહિ તે આપની વિવેકબુદ્ધિ ઉપર છોડું છું .
હાર્દિક જોષી
સર્ટિફાઈડ ફાઇનાન્શ્યલ પ્લાનર